તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુનઃ શિક્ષણકાર્ય શરૂ:જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં આજથી ઓફલાઇન શિક્ષણ શરૂ

આણંદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધો. 6,7 અને 8ના કુલ 1.04 લાખ બાળકો અભ્યાસ કરશે

આણંદ જિલ્લામાં દોઢ વર્ષ બાદ પ્રાથમિક શાળાઓ ધો-6,7 અને 8માં ઓફ લાઇન શિક્ષણનો પ્રારંભ 2 સપ્ટેમ્બરથી થઇ રહ્યો છે. આમ છેલ્લા દોઢ વર્ષથી ઘરમાં ઓનલાઇન અભ્યાસ કરીને કંટાળેલા બાળકો શિક્ષકની સીધી દેખરેખ હેઠળ અભ્યાસ કરશે. જિલ્લાની સરકારી અને ખાનગી સ્કુલો મળીને કુલ 1.04 લાખ વિદ્યાર્થીઓને ઓફ લાઇન શિક્ષણ શરૂ કરવા શાળા સંચાલકોએ તૈયારી આરંભી દીધી છે. દરેક વર્ગમાં કોવિડના નિયમો પાલન સાથે 50 ટકા વિદ્યાર્થીઓ સાથે ઓફ લાઇન શિક્ષણ અપાશે.

આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યકારી પ્રમુખ વિક્રમસિંહ મહીડાએ જણાવ્યું હતું કે, 543 શાળાઓમાં 71 હજાર વિદ્યાર્થીઓને ઓફ લાઇન ઓફલાઇન શિક્ષણ અપાશે. એસઓપીના નિયમ અનુસાર દરેક શાળામાં સેનેટાઝર, માસ્કની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક બાળકોને શાળામાં માસ્ક પહેરીને મોકલવા માટે વાલીઓને જણાવાયું છે. તેમ છતાં કોઇ બાળક માસ્ક વગર આવશે તો તેને શાળામાંથી માસ્ક અપાશે.

વાલીઓ જોડે સંમતિપત્રક ભરાવ્યા
જિલ્લાની પ્રાથમિક શાળાઓ ગુરૂવારથી ધો 6થી 8ના વર્ગો શરૂ થઇ રહ્યાં છે. તે અગાઉ તમામ શાળાઓના આચાર્ય દ્વારા વાલીઓને શાળાએ બોલાવીને સંમતિપત્રક ભરાવ્યા હતા. શાળાઓમાં સેનેટાઇઝર સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. > શૈલેષભાઇ પરમાર, શિક્ષક ,સોજીત્રા

અન્ય સમાચારો પણ છે...