સમાજ સેવા:ફર્માન્ઝા હર્બલ કંપનીના સહયોગથી પેટલાદની શાહપુર પ્રાથમિક શાળામાં સ્માર્ટ કલાસની શરૂઆત

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફર્માન્ઝા હર્બલ કંપનીએ ગ્રામ્ય શાળામાં ટેકનોલોજીકલ વિકાસ માટે CSR ફંડ ફાળવ્યું કંપની આ મદદ વિદ્યાર્થી બાળકોની પ્રગતિ અને ઉજ્જવળ ભવિષ્ય નિર્માણમાં ઉપયોગી રહેશે : પ્રિન્સિપાલ

આણંદના ધર્મજ ખાતે આવેલ ફર્માન્ઝા હર્બલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ સીએસઆર ફંડના માધ્યમથી ગ્રામ્ય સ્તરે પ્રાથમિક શાળાઓમાં બાળકોનું શિક્ષણ સ્તર ઊંચું આવે તે વૈશ્વિક હરોળમાં શિક્ષણ પદ્ધતિ સમજે અને કેળવે તે હેતુએ સ્માર્ટ કલાસનું નિર્માણ કર્યું છે.આ માટે તેઓએ જિલ્લાની 5 પ્રાથમિક શાળાઓની પસંદગી કરી છે અને તે માટે 80 લાખથી વધુનું ફંડ ફાળવ્યું છે.જે અંગે શાહપુર પ્રાથમિક શાળા ખાતે પ્રથમ તૈયાર કરવામાં આવેલ સ્માર્ટ ક્લાસનું ઉદ્ઘાટન અગ્રણી ખોડાભાઈ પુરૂષોત્તમભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ જિલ્લા પંચાયત સભ્ય પ્રકાશ પટેલ ફાર્મનઝા હર્બલ પ્રાઇવેટ લિમિટેડના એચઆર મેનેજર વિનીત ઠક્કર સહીત અમદાવાદની આર્યા કન્સલ્ટન્સી NGO માંથી આનંદ સોની સ્થાનીક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ અંગે શાહપુર શાળાના પ્રિન્સિપાલ નટુભાઈ વણકરS જણાવ્યું હતું કે આવી મોટી કંપનીનો નાના ગામડાની પ્રાથમિક શાળા અને તેમાં અભ્યાસ કરતા બાળકોની પ્રગતિ અને ઉજ્જવળ ભવિષ્ય અને મદદ કરે છે તે પ્રશંસનીય છે.આ ડિજિટલ સ્માર્ટ કલાસના માધ્યમથી વિદ્યાર્થી બાળક દ્રશ્ય અને શ્રાવ્ય પદ્ધતિએ પ્રેક્ટિસ કરી શકશે અને તેનો અસરકારક ઉપયોગ કરી શકશે.વળી મોબાઈલના દુરુપયોગની જગ્યાએ ટેબ્લેટમાં શિક્ષણ શીખતો થતા તે અનેક કુટેવોથી દૂર રહેશે અને ભણતર શીખશે.

આ અંગે એચઆર મેનેજર વિનીત ઠક્કરે જણાવ્યું હતું કે આણંદના ધર્મજ ખાતે આવેલ ફર્માન્ઝા હર્બલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડિરેક્ટર ડો.લાલ હિંગોરાનીના હસ્તક સીએસઆર ફંડના માધ્યમથી ગ્રામ્ય સ્તરે પ્રાથમિક શાળાઓમાં બાળકોનું શિક્ષણ સ્તર ઊંચું આવે તે વૈશ્વિક હરોળમાં શિક્ષણ પદ્ધતિ સમજે અને કેળવે તે હેતુએ “GYAN SRIJAN“ project દ્વારા સ્માર્ટ કલાસનું નિર્માણ કર્યું છે.આ માટે તેઓએ જિલ્લાની 5 પ્રાથમિક શાળાઓની પસંદગી કરી છે અને તે માટે ત્રણ વર્ષ માં 80 લાખથી વધુનું ફંડ ફાળવશે. તેઓ માંને છે કે તેઓના પ્રયાસો એક મજબુત અને ઉજ્જવળ ભારતનું નિર્માણ કરવામાં મદદ કરશે.

મહત્વનું છે કે આ CSR દ્વારા કરવામાં આવતો પ્રયાસ "જ્ઞાન-સૃજન" સરકાર દ્વારા સંચાલિત શાળાઓમાં ટેબલેટ, પ્રોજેક્ટર અને સોફ્ટવેર જેવી આધુનિક ટેકનોલોજીનું વિતરણ કરવામાં મદદ કરશે જેથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ આધુનિક શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરી શકે. આની પહેલ પી.એમ. નરેન્દ્ર મોદીની યોજના હેઠળ 14500 શાળાઓને અપગ્રેડ કરવા સાથે સુસંગત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ફર્માંન્ઝા હર્બલ પ્રાઇવેટ લિમીટેડ શરૂઆતથી જ કોર્પોરેટ સામાજિક જવાબદારી પર કામ કરી રહી છે, એટલે કે અત્યાર સુધીના 25 વર્ષથી CSRમાં યોગદાન આપી રહ્યા છે. કંપની ના ડિરેક્ટર, ડૉ. લાલ હિંગોરાની, તેમના શરૂઆતના દિવસોમાં TATA કંપનીમાં કામ કરતા હતા અને ત્યારથી તેમને TATA કંપનીના સમાજ અને માનવતાને મોટા પાયે પાછું આપવાના વારસાને આગળ ધપાવ્યો હતો. ઘણા વર્ષોથી, અમે વિવિધ પ્રોજેક્ટમાં રોકાણ કરી રહ્યા છીએ. જેમ કે, શાળાઓમાં RO વોટર સિસ્ટમ લગાવીને પીવાના શુધ્ધ પાણીની વ્યવસ્થાને સુનિશ્ચિત કરવી, રિસર્ચ સંસ્થાઓ, કોલેજ નું ડેવલપમેંટ માટે ફાળો આપવો, અનેક રિસર્ચ કરતાં વિદ્યાર્થીઓને સ્કૉલરશિપ આપવી,બાળકો માટે રમત-ગમતનું મેદાન બનાવવું તથા આવતીકાલની હરિયાળી માટે વૃક્ષારોપણ કરવું. અમે ગામડાના લોકો માટે કોમ્યુનિટી હોલ બનાવીને ગામના લોકોને પાયાની સુવિધા પૂરી પડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તાજેતરમાં જ કોવિડના સમયમાં અમે ધરાવી વિસ્તારમાં લગભગ 2000 દર્દીઓ માટે તેમની જરૂરિયાત મુજબ આયુર્વેદિક પ્રોડક્ટ પ્રદાન કરી હતી.આ કોર્પોરેટ સામાજિક જવાબદારીના પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી ટીમ છે જેનું નેતૃત્વ વિનીત ઠક્કર અને ડૉ. શ્વેતા સિંઘ કરે છે.

અન્ય સમાચારો પણ છે...