કામગીરી:આણંદ રેલવે સ્ટેશને જર્જરીત ફૂટ બ્રીજ નવો બનાવવાનું શરૂ

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાથી બે વર્ષ દરમિયાન કામગીરી અટકી ગઇ હતી

આણંદ એ ગ્રેડના રેલ્વે સ્ટેશન પર અંગ્રેજોના શાસનમાં બનેલો ફૂટ ઓવરબ્રીજ જર્જરીત હાલતમાં ફેરવાઇ ગયો હતો. ત્યારે અક્સ્માત સર્જાવાનો ભય રહેતા તંત્રએ તોળી નાંખીને નવો બનાવવાનો નિર્ણય લીધો હતો. જો કે કોરાના કાળના કારણે બે વર્ષથી કામગીરી અટકી જતાં મુસાફરોને હાલાકીઓનો ભોગ બનવું પડતું હતું.આણંદ રેલ્વે સ્ટેશન ખાતે મુસાફરોને પ્લેટ ફોર્મ નં 1,2,3 અને 4 સુધી રેલવે લાઇન ક્રોસ ના કરવી પડે તે માટે ફૂટ ઓવરબ્રીજ બનાવાયો હતો. પરંતુ જાળવણીના અભાવે જર્જરીત હાલતમાં ફેરવાઇ ગયો હતો.

કેટલીક વખત ટ્રેનો પસાર થતી વખતે પોપડા ઉખડીને નીચે પડતાં હતા. આમ કોઇ મોટી દુર્ઘટના થતી અટકાવવાના ભાગરૂપે મંજૂરી મળતાંની સાથે આણંદ રેલવે સ્ટેશન ખાતે નવો ઓવરબ્રીજ બનાવવાની કામગીરી હાથ ધરાઇ હતી. પરંતુ કામગીરી મંદ ગતિ ચાલતી હોવાથી મુસાફરોને જૂના દાદર થઇને અપડાઉન કરવાની ફરજ પડતી હોય હાલાકીઓનો ભોગ બની રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...