પ્રવેશ પ્રક્રિયાના:SP યુનિવર્સિટીમાં સાયન્સ સ્ટ્રીમ માટે આજથી ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મોબાઈલ નંબર પર મિસ્ડ કોલ કરવાથી ઘરે બેઠાં એડમિશન પ્રોસ્પેક્ટસ મેળવી શકાશે

વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં 19 મે, ગુરૂવારથી સાયન્સ સ્ટ્રીમ માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ માટે સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત યુનિવર્સિટી દ્વારા એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં યુિનવર્સિટીએ એક મોબાઈલ નંબર 80003 38888 પ્રવેશ પ્રક્રિયાને લઈને લોન્ચ કર્યો છે. જેના પર ગુજરાતના કોઈ પણ ખૂણે બેઠેલો વિદ્યાર્થી નંબર પર મિસ્ડ કોલ કરીને યુનિવર્સિટીનું પ્રોસ્પેક્ટસ ઘેરબેઠાં મેળવી શકશે.

યુનિ.ના સૂત્રોના જણાવ્યા અનુસાર, વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ યુનિવર્સિટીના પોર્ટલ પર વિદ્યાર્થી જઈને 19મી મેથી 29મી મે સુધી ફોર્મ ભરી શકશે. ભરાયેલા ફોર્મની પ્રિન્ટ તથા તમામ અસલ દસ્તાવેજ ફરજિયાતપણે યુનિવર્સિટીના માન્ય 30 હેલ્પ સેન્ટર પર તેની ચકાસણી કરાવવાની રહેશે. ઓનલાઈન ફોર્મ ભરવાના સમયે વિદ્યાર્થીએ પોતાનો જ મોબાઈલ નંબર તથા ઈમેઈલ આપવાનો રહેશે.

મેરીટ લિસ્ટ 2 અને 3 જૂનના રોજ મૂકાશે અને 4 અને 5 જૂને વિદ્યાર્થી પોતાની પસંદગીની કોલેજની માહિતી પોતાના લૉગ ઇનમાં જોઈ શકશે. 7મીએ ફાઇનલ મેરીટ આવ્યા બાદ અને વિદ્યાર્થીની પસંદગીની કોલેજમાં પ્રવેશ મળ્યા બાદ 10મી સુધીમાં યુનિવર્સિટી માન્ય કોલેજમાં ફી ભરવાની રહશે. ત્રણ દિવસ બાદ ખાલી સીટોની માહિતી યુનિવર્સિટીના પોર્ટલ ઉપર ઓનલાઇન મૂકવામાં આવશે. આ ઉપરાંત 16મી જૂનેે ઓપન રાઉન્ડ પ્રવેશ પ્રક્રિયાના ફોર્મ ભરી શકાશે અને જે વિદ્યાર્થીઓને અગાઉના રાઉન્ડમાં પ્રવેશ ન મળ્યો હોય તેમને ફોર્મ ભરવાની જરૂર નથી.

અન્ય સમાચારો પણ છે...