તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આણંદ, ઉમરેઠ,ખંભાત, પેટલાદ, સોજીત્રા, બોરસદ પાલિકાની સામાન્ય ચૂંટણી અને કરસમદ નગરપાલિકાના વોર્ડ નં 1ની એક બેઠક માટે પેટા ચૂંટણી સહિત 8 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની મળી કુલ 450 વધુ બેઠકો માટે ઉમેદવારી પત્રો આજથી ભરવાનું શરૂ થઇ જનાર છે. ત્યારે જીલ્લાની જેતે કચેરી ખાતે ફોર્મ સ્વીકારવા માટે આખરી ઓપ આપી દેવામાં આવતા ઉમેદવારો આજે વિજય મર્હુંત ઉમેદવારી ફોર્મ ભરતાની સાથે પ્રતિક ફાળવી દેવામાં આવનાર છે. આણંદ ચૂંટણી વિભાગ દ્વારા અપક્ષ ઉમેદવારી કરનાર માટે 250 વધુ પ્રતિક જાહેર કર્યા છે.પરંતુ રવિવાર મોડી રાત સુધી ભાજપ કે કોંગ્રેસના ઉમેદવારોની યાદી જાહેર નહીં થતાં ભાજપ અને કોંગ્રેસના કાર્યલયો પર ધાડે ધાડા ઉમટી પડેલા જોવા મળ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ અાગામી 28 ફેબ્રુઆરી સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાનાર છે. જે માટે ઉમેદવારી પત્રો 8મી થી 13 ફેબ્રુઆરીના રોજ બપોરના 3 વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે. ત્યારબાદ 15 ફેબ્રુઆરી ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. તા 16મી ઉમેદવારી પત્રો પાછા ખેંચાયા બાદ ચૂંટણી ચિત્ર સ્પસ્ટ થઇ જવા પામશે.ત્યારબાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામશે. બીજી તરફ ઉમેદવારોની ટીકીટ કપાવાની અફવાના પગલે કેટલાંક ઉમેદવારોએ બળવો કરવાની પણ તૈયારીઓ કરી હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે.
કેટલાંક કે ટીકીટ જાહેર મળવાની જાહેર થતાં પહેલા ખાટલા બેઠકો શરૂ કરી દીધી છે. આણંદ, ઉમરેઠ, ખંભાત, પેટલાદ, સોજીત્રા, બોરસદ પાલિકાની સામાન્ય ચૂંટણી અને કરસમદ નગરપાલિકાના વોર્ડ નં 1ની એક બેઠક માટે પેટા ચૂંટણી સહિત 8 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની મળી કુલ 450 વધુ બેઠકો માટે ઉમેદવારી પત્રો આજથી ભરવાનું શરૂ થઇ જનાર છે.તંત્ર ધ્વારા આખરી ઓપ પણ આપી દેવાયો હતો.
આણંદ જીલ્લામાં ઉમેદવારીપત્રો સ્વિકારવાના સ્થળો નકકી કરવામાં આવ્યા
આણંદ નગર પાલિકાની વોર્ડ નં 1 થી 13ની બેઠકના ઉમેદવારી ફોર્મ આણંદ મામલતદાર કચેરી,ઉમરેઠ નગરપાલિકા વોર્ડ 1 થી 7 ની બેઠક માટેના ચેમ્બર ભોયતળિયે નગર પાલિકા સેવા સદન ઉમરેઠ,બોરસદ નગરપાલિકા પાન્ત અધિકારીની ચેમ્બર પ્રથમ માળ તાલુકા સેવા સદન બોરસદ, પેટલાદ નગરપાલિકા રૂમ નં.1,પ્રથમ માળ તાલુકા સેવા સદન પેટલાદ,ખંભાત નગરપાલિકા પ્રાન્ત અધિકારીની ચેમ્બર રેલ્વે ફાટક પાસે ખંભાત, સોજીત્રા નગરપાલિકા પુનીબા પુસ્તકાલય હોલ, ડભોઉવાળી ભાગોળ રાવપુરા નાકે સોજીત્રા, કરમસદ નગરપાલિકા વોર્ડ 1 માટે કલમસદ નગરપાલિકા ખાતે ફોર્મ આજથી સ્વિકારવામાં આવશે. તંત્ર દ્વાર આખરી ઓપ આપી દેવાયો હતો.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.