વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી ટીચર્સ અસોશિએશન (સ્પુટા) તથા સરદારપટેલ યુનિવર્સિટી વહીવટી કર્મચારી એસોશિએશનના હોદ્દારોની સંયુક્ત સભા તાજેતરમાં એમ.બી.એ વિભાગ ખાતે મળી હતી. આ સભામાં સરદારપટેલ યુનિવર્સિટીના અધ્યાપકોના અને વહીવટી કર્મચારીઓનો મુખ્ય પ્રશ્ન એ હતો કે છેલ્લાં એક દસકાથી કોઈપણ નવી ભરતી કરવામાં આવી નથી. જેટલા વહીવટી કર્મચારી નિવૃત્ત થયા તેની સામે નવી ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ નથી.
અધ્યાપકોના અને વહીવટી કર્મચારીઓ જે બઢતી ને લાયક છે અને છેલ્લાં એક દાયકાથી રાહ જોઈ રહ્યાં છે પરંતુ આ અંગે યુનિવર્સિટીના સત્તા મંડળ દ્વારા બિલકુલ નિરસતા દાખવવમાં આવી રહી છે. જેના કારણે કર્મચારીઓ હતાશ થઈ ગયા છે. વર્ગ ચારના કર્મચારીઓની ફક્ત ત્રણ મહિનાના કરારથી ભરતી કરવામાં આવે છે.
અનેક વખત રજૂઆત કરવા છતાં સાંભળવામાં નથી આવતું. અલગ અલગ સમયના કુલપતિ અને કુલસચિવ દ્વારા વચન આપ્યા પછી પણ બઢતીને લગતા પ્રશ્નોને ઉકેલવામાં આવ્યા નથી. નજીકના ભવિષ્યમાં પ્રશ્નોનું યોગ્ય સંતોષકારક નિવારણ નહીં થાય તો અસહકાર આંદોલન કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.