આક્રોશ:આણંદમાં ખેડૂત વિરોધી બીલના વિરોધમાં યુથ કોંગ્રેસ દ્વારા મસાલ રેલી

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રીડ ચોકડી પાસે કોંગ્રેસી કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ વ્યકત કર્યો

ભાજપ સરકાર દ્વારા સંસદ ભવનમાં રજૂ કરવામાં આવેલા ખેડૂત બીલ સામે સમગ્ર દેશમાં વિરોધ ઉઠવા પામ્યા છે.ત્યારે આણંદ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા ખેડૂત વિરોધી બીલના વિરોધમાં આણંદ ગ્રીડ ચોકડી પાસે મશાલ રેલી કાઢીને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.જો કે આણંદ શહેર પોલીસે કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા.મોડીસાંજ તમામ કાર્યકરોને છોડી મુકાયા હતા.

ખેડૂત વિરોધી બીલ બાબતે કોંગ્રેસ આક્રોશ વ્યકત કરતાં જણાવ્યું હતું કે,ભાજપ સરકાર પાછુ લે ખેડૂતોના હિતમાં નિર્ણય લે . ખેડૂતો સાથે વાત કરી તેમની સમસ્યાનું સમાધાન કરે , ખેડૂતોને આર્થિક સહાયતા મળે . આમ યુથ કોંગ્રેસ ઘ્વારા મસાલ રેલી કાઢી ભાજપ સરકાર નો વિરોધ કરવામાં આવ્યો હતો તથા ખેડૂત હિતમાં યુથ કોંગ્રેસ ખેડૂત સાથે છે તેવો રેલીમાં સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ રેલી માં આણંદ જિલ્લા યુથ કોંગ્રેસ ના પ્રમુખસાવજસિંહ ગોહિલ, યુથ કોંગ્રેસ ના નેશનલ સચિવ ડોક્ટર પલક વર્મા , ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ ના મહામંત્રી અલ્પેશ પુરોહિત તથા અન્ય હોદેદારોઓ ઉપસ્થિત રહ્યા હતા .

અન્ય સમાચારો પણ છે...