પિતરાઇ ભાઈઓને અકસ્માત નડ્યો:તારાપુરમાં પુરપાટ ઝડપે જતી બાઈક ગ્રીલ સાથે અથડાઇ, એકનું મોત, એકને ઈજા

આણંદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

તારાપુરના વટામણ ધોરી માર્ગ પર પુરપાટ ઝડપે જતી બાઇક ખાનપુર દરગાહ નજીક ગ્રીલ સાથે અથડાતાં તેના પર સવાર બે પિતરાઇ ભાઇને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં એકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ અંગે તારાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ધોળકાના વટામણ ગામે રહેતા કિરીટસિંહ કાનજીભાઈ ડાભીનો પુત્ર મિત્તરાજ અને તેમના મોટા ભાઇ જશવંતસિંહનો પુત્ર મયુરસિંહ (ઉ.વ.20) 19મીના રોજ બપોરના મામાના ઘરે બાઇક લેવા ગયાં હતાં. જ્યાંથી બન્ને પિતરાઇ ભાઈ મિત્તરાજ અને મયુરસિંહ બાઇક પર મહિયારી ગામે બહેનના ઘરે જવા નિકળ્યાં હતાં.
​​​​​​​ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં ખસેડ્યો
આ સમયે બાઇક મયુરસિંહ ચલાવતો હતો. તેઓ ત્રણેક વાગ્યાના સુમારે મિત્તરાજે ઘરે ફોન કરી જણાવ્યું હતું કે, મહિયારી ગામે બહેનના ઘરે જવા નિકળ્યાં હતાં અને ખાનપુર દરગાહ નજીક પહોંચતા બાઇક લોખંડની ગ્રીલ સાથે અથડાયું હતું. જેમાં મયુરને માથામાં ગંભીર ઇજા પહોંચી છે. આથી, ચિંતિત પરિવારજનો તુરંત ઘટના સ્થળે પહોંચી જોતા મયુરને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી અને સ્થળ જ મૃત્યુ પામ્યો હતો. જ્યારે મિત્તરાજને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ અંગે તારાપુર પોલીસે મયુરસિંહ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...