તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાઈકાકાની 133 મી જન્મજ્યંતિ:વિદ્યાનગરના પોસ્ટવિભાગ દ્વારા વિશેષ કવર વિમોચન

આણંદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલ્લભ વિદ્યાનગરના વિશ્વકર્મા સ્વ. ભાઈકાકાની 133મી જન્મજ્યંતિ નિમિત્તે ભારતીય ટપાલ વિભાગ દ્વારા વિશેષ કવર પ્રકાશિત કરવામાં આવ્યું છે. જે કવરનું સોમવારે વલ્લભ વિદ્યાનગર ખાતે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

વલ્લભ વિદ્યાનગરની સ્થાપનામાં મહત્વનું યોગદાન આપનારા વિશ્વકર્મા સ્વ. ભાઈકાકાની 133મી જન્મજ્યંતિ નિમિત્તે આજે વલ્લભ વિદ્યાનગર ખાતે એનવી પાસ ઓડોટોરીયમ ખાતે ટપાલ વિભાગ દ્વારા સ્વ. ભાઈકાકાની તસ્વીરવાળું વિશેષ કવર વિમોચન કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો. આ પ્રસંગે ચારુતર વિદ્યામંડળના માનદ મંત્રી ડૉ. એસ. જી. પટેલ, ભાઈકાકાના પૌત્ર સર્વદમનભાઈ પટેલ, ચારુતર વિદ્યામંડળના ઉપપ્રમુખ મનીષભાઈ પટેલ, જાેઈન્ટ સેક્રેટરી મેહુલભાઈ પટેલ, આણંદ પોસ્ટ ઓફિસના સુપ્રીટેન્ડન્ટ ટી. એન. મલેક, આસીસ્ટન્ટ સુપ્રીટેન્ડન્ટ દીપક પંચાલ, ચારુતર વિદ્યામંડળ માનદ્‌મંત્રી ડૉ. એસ. જી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે વિદ્યાનગરની ચારુતર વિદ્યામંડળના ડૉ. એસ. જી. પટેલે ભાઈકાકાના જીવન અને વલ્લભ વિદ્યાનગરના નિર્માણમાં આપેલા યોગદાન અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ ભારતીય ટપાલ વિભાગ દ્વારા ભાઈકાકાની ૧૩૩મી જન્મજ્યંતિ નિમિત્તે પ્રકાશિત કરાયેલ સ્પેશયલ કવરનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. અંતમાં વિજયભાઈ અજવાળીયાએ આભારવિધિ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...