તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠગાઈ:SBIમાંથી બોલું છું તેમ કહીને 2.40 લાખની છેતરપિંડી કરી, OTP મેળવી ઓનલાઇન ઉપાડી લીધા

આણંદ16 દિવસ પહેલા
 • કૉપી લિંક

વિદ્યાનગરના એક યુવકને એસબીઆઇના કસ્ટમર કેરમાંથી બોલું છું તેમ કહીને એટીએમ કાર્ડ ડીએકિટવ કરવા માટે વારેઘડીએ ઓટીપી નંબરો મેળવી લઇને ઓનલાઇન રૂા. 2.40 લાખ યુવકના ખાતામાં ઉપાડી લઇને છેતરપીંડી આચરી હતી.જે અંગે વિદ્યાનગર પોલીસે મથકે ફરિયાદ નોંધાઇ છે.

વિદ્યાનગરમાં રહેતા સ્વપ્નીલભાઇ રમેશભાઇ પટેલના મોબાઇલ નંબર 23મી માર્ચે ફોન આવ્યો હતો કે , એસબીઆઇ કસ્ટમર કેરમાંથી બોલું છું .તમે સવારે રૂા 25 હજારનું ટ્રાન્ઝેકશન કર્યંુ છે.જેથી તેઓએ હા પાડી હતી. સામેથી ફોન કરનાર શખ્સે ખાતરી કરવા માટો જ ફોન કર્યો હતો તેમ જણાવ્યું હતું.જેથી સ્વપ્નીલભાઈને વિશ્વાસ આવી ગયો હતો અને તેમણે પોતાની પાસે એસબીઆઇના બે એટીએમ કાર્ડ હોવાનુ અને એક ડીએકટીવ કરવા માટે એક રિક્વેસ્ટ પણ કરી હોવાનું જણાવ્યું હતું.

જેથી સામેથી ફોન પર વાત કરતા શખ્સે વારેઘડીએ ઓટીપી નંબર જે સ્વપ્નીલભાઈ પટેલના મોબાઈલમાં આવતા હતા તે મેળવીને ફિક્સ ડિપોઝિટના તેમજ તેમના ખાતામાંથી મળી ઓનલાઇન રૂ 2.40 લાખ ઉપાડી લઈ છેતરપીંડી કરી હતી. વિદ્યાનગર પોલીસે સ્વપ્નિલભાઈ રમેશભાઈ પટેલની ફરિયાદ લઇ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો