તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખો પ્રયાસ:SP યુનિવર્સિટીના છાત્રોએ વેસ્ટમાંથી સેનેટાઈઝર ડિસ્પેેન્સર બનાવ્યું

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેનેટાઈઝરનો ખર્ચો યુનિવર્સિટી આપશેઃ વાઈસ ચાન્સેલર

વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુિનવર્સિટીમાં અભ્યાસ કરતાં એમ.એસ.સી. ઈલેક્ટ્રોનિકસના વિદ્યાર્થીઓએ વેસ્ટમાંથી બેસ્ટ કહી શકાય તેવું હેન્ડ સેનેટાઈઝર ડિસ્પેન્સર બનાવ્યું છે. આ ડિસ્પેન્સર કમ્યુનીટી સાયન્સ ડિપાર્ટમેન્ટ સાથે રહીને એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થિની દ્વારા બનાવવામાં આવ્યું છે.

સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન એમ.એસ.સી. ઈલેક્ટ્રોનિક્સ ત્રીજા સેમિસ્ટરના વિદ્યાર્થીઓ ચાંદની સરગરા અને મોનાર્થ પટેલ દ્વારા છેલ્લાં કેટલાંય દિવસોની ભારે જહેમત બાદ પ્લાસ્ટિકની બોટલ, પ્લાસ્ટિકની ટીફીનમાં મુકાય એવી નાની ડબ્બી, ટૂથબ્રશ બોક્સ, પ્લાસ્ટિકની ટ્યુબ, ઇલેક્ટ્રોનિક સેન્સર, ચાર્જર સર્કિટ, નાનો સબમરસીબલ પમ્પની મદદ વડે ઑટોમેટિક હેન્ડ સેનિટાઈઝર ડિસ્પેન્સર બનાવવામાં આવ્યું છે.

સેન્સર સાથેના પંપમાં હાથ મૂકતાં જ તુરંત હાથમાં સેનેટાઈઝર પડે છે. આ િડસ્પેન્સર એડવાઇઝરી કમિટી પાસે રજૂ કરતાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવા યુનિવર્સિટીના કુલપતિ દ્વારા આ સેનિટાઈઝરનો ખર્ચો યુનિવર્સિટી આપશે એમ જાહેર કરવામાં આવ્યું હતું. અંદાજિત તેની કિંમત રૂપિયા 200 રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...