વિદ્યાર્થીનું સંશોધન:SP યુનિવર્સિટીના વિદ્યાર્થીએ કઠોળ ફણગાવવા માટે કેવા પ્રકારનું પાણીનો ઉપયોગ કરવો તેનું સંશોધન કર્યું

આણંદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચણાને ફણગાવવા નળનું નવસેકુ પાણી અને મગ માટે મિનરલ વોટર ઉત્તમ રહે

કરોનોકાળ દરમિયાન પ્રોટીનયુક્ત ખોરાક પ્રત્યે જાગૃતતા વધી છે. ભારત દેશમાં શાકાહારી પ્રજા માટે કઠોળએ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. આજે પણ ભોજનની થાળીમાં શાકભાજીની સાથેસાથે ફણગાવેલા કઠોળને મહત્વ આપવામાં આવે છે. જોકે, ગમે તે પ્રદેશ હોય પરંતુ કઠોળને ફણગાવવાની રીત એક જ છે. આથી, કઠોળ ફણગાવવા પર સરદાર પટેલ યુનિવર્સિટીના સ્ટેટેસ્ટિક્સ વિભાગના વિદ્યાર્થીઓએ સંશોધન કર્યું હતું. જેમાં કઠોળનો પ્રકાર અને કેવા પ્રકારનું પાણી ઉત્તમ ગણાય? તે પર પ્રયોગો કરવામાં આવ્યાં હતાં. જેમાં મગ માટે મિનરલ વોટર અને ચણા માટે નળના નવસેકા પાણીનો પ્રયોગથી ઉત્તમ પરિણામ મળ્યું હતું.

સરદાર પટેલ યુનિવર્સિટિના સ્ટેટેસ્ટિક્સ (આંકડા શાસ્ત્ર) વિભાગના વડે જ્યોતિ દિવેચાએ જણાવ્યું હતું કે, દર વર્ષે એમ.એસસીના ચોથા સેમિસ્ટરના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષય પર પ્રોજેક્ટ્સ કરવામાં આવે છે. શૈક્ષણિક વર્ષ 2021-22ના વર્ષમાં અલગ અલગ ત્રણ સ્વાસ્થ્ય લક્ષી પ્રોજેક્ટ્સ વિદ્યાર્થીઓ દ્વારા વિભાગના અધ્યક્ષ ડૉ. જ્યોતિ દિવેચા અને પ્રાધ્યાપક ડૉ. ખીમ્યાં ટીનાનીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યા હતાં.

એક પ્રોજેકટ પ્રાયોગિક યોજના વાપરીને એવો પ્રયોગ કરવામાં આવ્યો હતો કે, મગ તેમજ ચણાને ફણગાવવામાં કેવું પાણી વધારે અસરકારક રહેશે ? આ પ્રયોગ માટે મહારાષ્ટ્રથી ભણવા આવેલા વિદ્યાર્થી મહેશ ભીંગીકર, પ્રથમેશ પવાર અને અક્ષય મહાજને પ્રયોગો કર્યા અને તેના તારણો નોંધ્યાં હતાં. આ તારણોના અંતે ખ્યાલ આવ્યો કે સામાન્ય રીતે કઠોળ (પાણીથી સાફ કરેલા) અને ફણગાવવા માટે એક ભાગ કઠોળને ત્રણ ભાગ પાણીમાં છ કલાક પલાળવા જોઈએ.

આ ઉપરાંત સ્વાદિષ્ટ સ્પ્રાઉટ માટે મગને મિનરલ વોટરમાં પલાળવા. જ્યારે ચણા માટે નવશેકુ નળનું પાણી ઉત્તમ રહે છે. આ માહિતીના આધારે વિદ્યાનગરમાં આવતા અને અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પ્રોટીનથી ભરપૂર એવા મગ અને ચણાનો ઉપયોગ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...