તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:SP યુનિવર્સિટી દ્વારા આણંદ જિલ્લાની પ્રથમ RTPCR લેબનો પ્રારંભ, 8 કલાકમાં મળશે કોરોનાનો રિપોર્ટ

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે બેચમાં દિવસ દરમિયાન 180 સેમ્પલના પરીક્ષણની ક્ષમતા
  • એસ.પી યુનિવર્સિટી લેબ શરૂ કરનારી રાજ્યની બીજી યુનિવર્સિટી

આણંદ જિલ્લાના નાગરિકોને RT-PCR ના ટેસ્ટ માટે રઝળપાટમાંથી મુક્તિ મળી છે.વળી ઘર આંગણે જ ટેસ્ટિંગ સુવિધા ઉપલબ્ધ થતા રિપોર્ટ માટે 48 કલાક ના વિલંબ નો પણ અંત આવ્યો છે. રાજ્ય સરકારની અપીલને લઈને વિદ્યાનગર સ્થિત એસ.પી. યુનિવર્સિટી દ્વારા પહેલ કરીને આરટીપીસીઆર લેબનું નિર્માણ કરી કાર્યરત કરાઈ છે.લેબ પ્રારંભ ના પ્રથમ દિવસે 90 સેમ્પલ કલેક્ટ કરી તેનું પરીક્ષણ કરવામાં આવશે.

વિદ્યાનગર સ્થિત એસ.પી યુનિવર્સિટી દ્વારા બાકરોલ વડતાલ રોડ ઉપર આવેલ યુનિવર્સિટીના સ્પોર્ટસ સંકુલ ખાતે અંદાજે 25 લાખના ખર્ચે કોરોના ટેસ્ટ માટે RT-PCR ટેસ્ટ માટેની લેબોરેટરી કાર્યરત કરવામાં આવી છે.હવે જિલ્લાના તમામ નાગરિકોના કોરોના સેમ્પલનું અહીંયા જ પરીક્ષણ કરવામાં આવશે. આ અંગે યુનિવર્સિટીના કુલપતિ ડૉ. શીરીષ કુલકર્ણીએ જણાવ્યું હતું કે આરટીપીસીઆર લેબ ખાતે માત્ર સેમ્પલ પરીક્ષણ કરાશે. જ્યારે ટી.વી.પટેલ હાઈસ્કુલની સામે યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસના પાછળના ભાગે સેમ્પલ કલેક્ટ કરવામાં આવશે. અને ત્યારબાદ આ સેમ્પલને લેબમાં લઈ જવામાં આવશે.

હાલમાં લેબ ખાતે છ ટેકનીશીયન અને સેમ્પલ કલેકશન સેન્ટર ખાતે ચાર કર્મચારીઓ સહિત કુલ 10 કર્મચારીઓ ફરજ બજાવશે. હાલમાં શરુઆતમાં 79 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવશે અને 7 થી 8 કલાકમાં તેનો રીપોર્ટ આપી દેવામાં આવશે. આ રીપોર્ટ વલ્લભ વિદ્યાનગર ખાતે હેલ્થ સેન્ટર ખાતેથી આપવામાં આવશે.

ડો. શીરીષ કુલકર્ણીએ જણાવ્યું હતું કે બે બેચમાં દિવસ દરમિયાન 180 સેમ્પલ પરીક્ષણ કરી શકાય તેટલી આ લેબની ક્ષમતા છે. પરંતુ હાલમાં શરુઆતમાં 90 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવશે. આ માટે દસ કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા 50 સેમ્પલ આપવામાં આવ્યા છે અને 29 સેમ્પલ યુનિવર્સિટી દ્વારા કલેક્ટ કરવામાં આવ્યા છે. આમ આજે પ્રથમ દિવસે કુલ 79 સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા છે. જેનું પરીક્ષણ કરી સાંજ સુધીમાં રીપોર્ટ આપી દેવામાં આવશે. આ લેબમાં પરીક્ષણ કરાયેલા સેમ્પલનો રીપોર્ટ સૌ પ્રથમ એમસીઆઈઆરને મોકલવામાં આવશે. તેમજ પરીક્ષણ કરાયેલા સેમ્પલને 45 દિવસ સુધી લેબના ફ્રીઝરમાં સાચવી રાખવામાં આવશે.

હાલમાં આ લેબમાં માઈનસ 20 ડીગ્રી સેલ્સીયસ તાપમાનમાં સેમ્પલ રાખવામાં આવ્યા છે અને આરટીપીસીઆર લેબમાં ટેકનીશીયન સિવાય કોઈ પ્રવેશી શકે નહી તે માટે પાસવર્ડ સીસ્ટમ રાખવામાં આવી છે અને પાસવર્ડ લગાવ્યા બાદ જ દરવાજાે ખુલ્લી શકે તેવી ટેકનીક છે. તેમજ લેબમાં કામ કરનાર ટેકનીશીયન લેબના વિશેષ કપડા અને તેની ઉપર પીપીઈ કીટ પહેરીને કામ કરશે. તેમજ બહાર નીકળ્યા બાદ સૌ પ્રથમ તેઓ સાવરમાં જઈને સ્નાન કરશે અને ત્યારબાદ જ તેઓ પીસીઆર લેબોરેટરીમાંથી બહાર નીકળશે.

અન્ય સમાચારો પણ છે...