ટ્રેન્ડ બદલાયો:SP યુનિવર્સિટીમાં બે વર્ષ પૂર્વે 70 વિદેશી છાત્રે પ્રવેશ કન્ફર્મ કર્યા હતા, આ વર્ષે માત્ર પાંચ

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ચાલુ વર્ષે પણ વિદેશી વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવામાં નિરસ

સમગ્ર વિશ્વમાં જાણીતી સરદાર પટેલ યુનિવર્સિટીનો ક્રેઝ વિદેશમાં પણ છે. તેમાં અભ્યાસ કરવા માટે વિદેશથી ખાસ તો અફઘાનિસ્તાન, યેમેન, નેપાલ, થાઈલેન્ડ, ઈરાક, ઈરાન, યુગાન્ડા, શ્રીલંકા, નામ્બિયા, ઈન્ડોનેશિયા જેવા દેશમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવતા હોય છે. પરંતુ છેલ્લાં કેટલાંય સમયથી ટ્રેન્ડ બદલાયો છે. બને છે એવું કે, જ્યારે પ્રવેશ મેળવવાનો હોય ત્યારે વિદ્યાર્થીઓ પડાપડી કરે છે અને યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં પ્રવેશ મેળવવા રીતસરની વિદ્યાર્થીઓની સંખ્યા આઈસીસીઆરમાં ડબલ ડિજીટમાં ગણાતી હોય છે.

પરંતુ જ્યારે વિદ્યાર્થીઓના પ્રવેશ કન્ફર્મ કરવાના આવે છે ત્યારે માત્ર આંગણીના વેઢે ગણાય એટલાં જ વિદ્યાર્થીઓ પ્રવેશ લેતાં હોય છે. છેલ્લાં એક વર્ષમાં સંખ્યા 16ની છે. એ જ રીતે ચાલુ વર્ષે માત્ર 5 જ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. આ સિવાય, શૈક્ષણિક વર્ષ 2021-22ની વાત કરીએ તો એ સમયે 70 જેટલા વિદેશી વિદ્યાર્થીઓએ ઍડ્મિશન કન્ફર્મ કર્યા હતા. પરંતુ 5 કે 6 જ વિદ્યાર્થીઓ અહીંની કોલેજમાં અભ્યાસ કરવા માટે આવ્યા હતા. આમ, વિદ્યાર્થીઓ આઈસીસીઆર (ICCR) (ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રીલેશન) દ્વારા અથવા તો સેલ્ફ સ્પોન્સર્ડ થઈને પ્રવેશ મેળવતા હોય છે.

જ્યારે પ્રવેશ મેળવવાનો હોય ત્યારે નોંધણી કરાવતા હોય છે પરંતુ એ પછી પ્રવેશ કન્ફર્મ કરાવતા નથી. અત્યાર સુધીમાં પરદેશના આશરે 300 વિદ્યાર્થીઓ SP યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ઉચ્ચ ડીગ્રી મેળવી ચૂક્યા છે. હાલમાં અફઘાનિસ્તાન, ઘાના, લિસોટો, નેપાળ, યમન, તાંઝાનિયા વગેરે દેશોના 5 નવા અને 16 જૂના એમ કુલ 21 વિદ્યાર્થીઓ એમ.એ, એમ.એસ.સી, એમ.બી.એ તેમજ પી.એચ.ડીમાં અભ્યાસ કરી રહ્યા છે.

વતનની કોલેજમાં પ્રવેશ મળતાં અહીં આવતા નથી
સામાન્ય રીતે આવું થવા પાછળનું કારણ એ છે કે, જે તે દેશમાંથી આવતા વિદ્યાર્થીને તેના દેશમાં પ્રવેશ મળી જતો હોય ત્યારે તેઓ એસપી યુનિવર્સિટીમાં પ્રવેશ લેતા નથી. ઉપરાંત, જે તે દેશની એમ્બેસી દ્વારા સ્કોલરશીપ કોટામાં જગ્યા ના મળી હોય ત્યારે વિદ્યાર્થીઓ આવતા નથી. - એ. એચ. હાસ્માની, હેડ, ફોરેન સ્ટુડન્ટ ડિપાર્ટમેન્ટ.

અન્ય સમાચારો પણ છે...