તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણૂંક:SP યુનિ. ટીચર્સ એસો.ના નવા હોદ્દેદારોની વરણી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે વર્ષની મુદત પૂરી થતાં બેઠક મળી હતી

વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન સરદાર પટેલ યુનિવર્સિટી ટીચર્સ એસોસિયેશન (સ્પુટા)ના નવા હોદૃેદારોની વરણ કરવામાં આવી હતી. બે વર્ષની મુદૃત પૂરી થતાં યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર ડિપાર્ટમેન્ટના ઓડિટોરીયમમાં સાધારણ વાર્ષિક સભા યોજાઈ હતી. જેમાં બે વર્ષનો અહેવાલ રજૂ કર્યો હતો.

દરમિયાન, બીજી તરફ વર્ષ 2021-22 માટે નવા હોદૃેદારોની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણ ઈલેક્શન અધિકારી પ્રો. નિરંજન પટેલ, પ્રો. ત્રિવેદી અને પ્રોફેસર યોગેશ જોષીને જવાબદારી સોંપાઈ હતી.

તેમની હાજરીમાં સર્વાનુમતે સ્પુટા પ્રમુખ તરીકે બિઝનેસ મેનેજમેન્ટના પ્રોફેસર ડો. રાજુભાઈ રાઠોડ, ઈતિહાસ હેડ ડો. જીગીશ પંડ્યાને ઉપપ્રમુખ તરીકે, બિઝનેસ સ્ટડીઝના આસીસ્ટન્ટ પ્રોફેસર ડો. અંકુર અમીન, સહમંત્રી તરીકે ડો. લવજી ઝઆળઆષ ખજાનચી તરીકે ડો. સીમાબેન રાઠોડ અને ઓડિટર તરીકે ડો. યજ્ઞેશ દલવાડીની વરણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...