શિક્ષણ:એસ.પી. યુનિ. ની બી.એસ.સી. કોલેજોમાં ઓનલાઈન પ્રવેશ શરૂ

આણંદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલ્લભવિદ્યાનગર સ્થિત સ. પ. યુનિ. સંલગ્ન કોલેજોમાં B.Scમાં ગુરૂવારથી ઓનલાઈન પ્રવેશ શરૂ કરી દેવામાં આવ્યો છે. જે આગામી ત્રીજી જૂન પાંચ વાગ્યા સુધી જ ઓનલાઈન પોર્ટલ ચાલુ રહેશે. એ પછી વિદ્યાર્થી ઓનલાઈન ફોર્મ ભરી શકશે નહીં. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે ત્યારે બીજી તરફ સ. પ. યુનિ. દ્વારા પણ B.Scમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું છે. આગામી 12 મી જૂનના રોજ વિદ્યાર્થીને મેરીટ પ્રમાણે કઈ કોલેજમાં પ્રવેશ મળે છે તેની વિગતો વિદ્યાર્થી પોતાના લોગ ઈન દ્વારા સ્ટુડન્ટ ડેસ્ક પર જઈને જોઈ શકશે. આ સિવાય, વિદ્યાર્થીને પ્રવેશની માહિતી એસએમએસ દ્વારા અને ઈમેઈલમાં આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...