નેક એક્રિડેશનના પરિણામો મંગળવારે જાહેર કરાયા હતા. જેમાં વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીએ તેનો ‘એ’ ગ્રેડ જાળવી રાખ્યો છે. જોકે, પોઈન્ટવાઈઝ જોવામાં આવે તો યુનિવર્સિટીના છેલ્લાં પાંચ વર્ષમાં ઘટયા છે, જેને લઈને સત્તાધીશો મૂંઝવણમાં મૂકાઈ ગયા છે.
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા નેક એક્રિડેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ગત ત્રીજીથી પાંચમી જાન્યુઆરી દરમ્યાન નેક બેંગ્લોર દ્વારા નીમાયેલી પીયર ટીમ દ્વારા યુનિવસિૅટીની મુલકાત કરવામાં હતી. બે દિવસ માટે તેઓએ યુનિવર્સિટીના તમામ ડિપાર્ટમેન્ટ અને સંકુલની મુલાકાત લીધી હતી અને ત્રીજા દિવસે તેનો રિપોર્ટ સબમીટ કર્યો હતો. દરમિયાન, મંગળવારે એક્રિડેશનનું પરિણામ જાહેર કરાયું હતું. જેમાં યુનિવસિૅટીને A ગ્રેડ (3.11 CGPA) જાહેર કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, અગાઉ પણ યુનિવર્સિટીને એ ગ્રેડ મળ્યો હતો.
એ સમયે 3.25 સીજીપીએ હતો. જોકે, પોઈન્ટ ઘટવાને લઈને હાલ સત્તાધીશોમાં ચિંતા વ્યાપી છે. આ અંગે ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર ડો. નિરંજનભાઈ પટેલે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીએ તેનો ગ્રેડ જાળવી રાખ્યો છે. રાજ્યની અન્ય યુનિવર્સિટીના પરિણામ પર નજર કરીએ તો તેઓ એ ગ્રેડમાંથી બી ગ્રેડ પર ફેંકાઈ ગયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.