કોરોના કહેર:સોજીત્રા અને ખંભાતના કેટલાંક વિસ્તાર કન્ટેઈન્ટમેન્ટ મુકત કરાયા

આણંદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લાં 1 માસમાં પોઝિટીવ કેસ ન નોંધાતા નિર્ણય લેવાયો

આણંદ તાલુકાના ત્રણોલ તાબે લાલપુરા અને ખંભાત  શહેરના 14 વિસ્તારમાં તથા સોજીત્રા વણકરવાસમાં છેલ્લા એક માસમાં એક પણ પોઝિટીવ કેસ નોંધાયો નથી   તેને ધ્યાને લઇને આણંદ જિલ્લા કલેકટર દ્વારા આ વિસ્તારને  કન્ટેઇમેન્ટ ઝોનમાંથી મુકતી આપવામાં આવી છે. આણંદ (ગ્રામ્ય) તાલુકા અંતર્ગત આવેલ ત્રણોલ ગ્રામ પંચાયતનો દુધ મંડળી સામેનો લાલપુરા વિસ્તાર અને સોજીત્રા નગરપાલિકા હદમાં આવેલ વણકરવાસ વિસ્તાર અનેખંભાત નગરપાલિકા હદમાં આવેલ કડીયાપોળ, દરજીનો ખાંચો, સુખરામ બાવાનો ખાંચો, ભગીની સમાજનો ખાંચો, ઝંડા ચોક, નાની કડીયાપોળ, કોઠીપાડો, સૈયદવાડો, પાન મજીદ, નાકારાતની પોળ, રાવળીયાવાડ, નાગરવાડો, ખારવાડો, પીઠનો સુથારવાડો (કુલ-૩ ૧૨ ઘર)નો વિસ્તાર કોવિડ -19 ના નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવેલ છે. પરંતુ તે વિસ્તારોમાં મળી આવેલ કોરોના પોઝીટીવ વ્યક્તિઓની સારવાર બાદ કોઇ નવા કોરોના પોઝીટીવ કેસ મળી આવેલ નથી. જેથી અગાઉ જાહેર કરાયેલા જાહેરનામાંથી આ  તમામ વિસ્તારોને મુકત કરવામાં આવ્યા છે. આમ, વિસ્તારને કન્ટેઈન્મેન્ટ મુક્ત કરાતા લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...