કોરોના ઇફેક્ટ:બોરસદ તાલુકાના કેટલાંક વિસ્તારો કન્ટેન્ટમેન્ટ ઝોન, એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ પર થર્મલ સ્ક્રીનીંગ કરવાનું રહેશે

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લા કલેકટર આર.જી.ગોહિલે ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ,તથા ધી ગુજરાત એપેડેમીક ડિસીઝ એકટની કલમ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ હેઠળ બોરસદતાલુકાના પામોલ ગ્રામ પંચાયત ની હદ વિસ્તાર આવેલું એક મકાન તેમજ વિરસદ ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં આવેસી સોસાયટીના મકાનને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયો છે.

બોરસદ તાલુકા અંતર્ગત આવેલ પામોલ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ દહેમી રોડ, પામોલના કુલ-1 મકાનનો વિસ્તાર, વિરસદ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ પરિતા પાર્ક સોસાયટીના કુલ-1 મકાનના વિસ્તારને કોવીડ-19ના કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યાં છે.આ તમામ વિસ્તારમાં એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ પર થર્મલ સ્ક્રીનીંગ કરવાનું રહેશે. તેમજ આ વિસ્તારને આવરી લેતા મુખ્ય માર્ગો પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરુધ્ધ ફરિયાદ નોધવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...