આણંદ તાલુકા પંચાયત ભવનમાં વર્ષો અગાઉ વીજળી બચાવવા માટે તેમજ લાઇટ બીલ ઘટાડવા માટે લાખો રૂપિયાના ખર્ચે સોલાર પેનલ ફીટ કરવામાં આવી હતી. પરંતુ જાળવણીના અભાવે છેલ્લા ત્રણેક વર્ષથા સોલર પેનલ ધૂળ ખાતી હોલતમાં પડી રહી છે. જેના કારણે આજે તાલુકા પંચાયતનનું માસિક હજારો રૂપિયા આવે છે. ત્યારે આ સોલાર પેનલ પુનઃ ચાલુ કરવામાં આવે તો વાર્ષિક દોઢ બે લાખના વીજ બીલની બચત થાય તેમ છે. તેમજ વીજ યુનિટ વપરાશમાં ઘટાડો થાય તેમ છે. સોલર પેનલ ચાલુ ન કરવામાં આવતાં તાલુકા પંચાયતમાં આર્થિક ભારણ વધી ગયું છે.
આણંદ સરકીટ હાઉસની બાજુમાં આવેલા જૂની જિલ્લા પંચાયતના મકાનમાં તાલુકા પંચાયત કચેરી હાલમાં કાર્યરત છે. જે તે સમયે જિલ્લા પંચાયત દ્વારા કચેરીમાં લાઇટ,પંખા, એસી અને કોમ્પ્યુટર વગેરેના વપરાશ થતાં વીજ પાવર લોડ વધી ગયો હતો.જેથી જે તે વખતે વીજ યુનિટ બચત અને બીલ ઘટાડવા માટે આ કચેરીમા લાખો રૂપિયાના ખર્ચે સોલાર સિસ્ટમની ફીટ કરવામાં આવી હતી.
શરૂઆત થી આ સુવિધાનો યોગ્ય ઉપયોગ ન થતાં તેમજ જાળવણી કરવામાં ન આવતાં બંધ હાલતમાં ફેરવાઇ ગઇ છે. તે વાતને વર્ષો થઇ ગયા પરંતુ સત્તાધિસોએ સોલાર પેનલ ચાલુ કરાવવામાં કોઇ રસ દાખવ્યો નથી. જેના કારણે સોલાર પેનલ પાછળ ખર્ચે નાણાં વ્યર્તથ ગયા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.
હાલમાં તાલુકા પંચાયત દ્વારા પણ અગાઉની જેમ ખાલી દેખાવ માટે સોલાર પ્લેટ અગાસીમાં મુકી રાખી છે. ધૂળ ખાતી આ સોલાર સિસ્ટમને કાર્યરત કરવામાં ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે. એક બાજુ રાજય સરકાર વીજ બચાવો ઝુંબેશ હેઠળ તમામ સરકારી કચેરીમાં સોલાર પેનલ બેસાડવાની વાતો કરે છે. ત્યારે બીજી બાજુ કેટલીક કચેરીમાં સોલાર પેનલ હોવા છતાં તેના જાળવણીના અભાવે બિન ઉપયોગી જોવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.