ફરિયાદ:સોજીત્રાની યુવતી પર ઘરકામ બાબતે સાસરિયાઓએ ત્રાસ ગુજાર્યો

આણંદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પરિણીતાએ પતિ સહિત સાત વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી

સોજીત્રા ખાતેની અમદાવાદ જુહાપુરા પરણાવેલી એક યુવતીને તેના પતિ સહિતના સાસરીયાઓ દ્વારા ઘરના કામકાજ બાબતે ખોટા વહેમ રાખીને શારિરીક માનસિક ત્રાસ ગુજરતાં આખરે પરિણીતાએ સોજીત્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સોજીત્રા ગામે માળીવાળા ફળિયામાં રહેતા સિરાજભાઈ મહંમદભાઇ વોરાની દીકરી નીલોફરબેનના લગ્ન કેટલાંક વર્ષો અગાઉ જ્ઞાતિના રીત રિવાજ મુજબ અમદાવાદ શહેરમાં મેટ્રોસિટી બેકરી હજરત સાબીરપીયા સોસાયટી એવન સ્કુલ જુહાપુરા વિસ્તારમાં રહેતા મુનાફભાઈ ઈસાકભાઈ વોરા સાથે કરવામાં આવ્યા હતા.

શરૂઆતમાં નીલોફરબેનનુ લગ્નજીવન સુખરૂપ ચાલ્યુ હતું. લગ્નના થોડા સમય બાદ પરિણીતા નીલોફરબેનને તેઓના પતિ મુનાફભાઈ ઇલાકભાઇ વોરા ઉપરાંત ઈસાકભાઈ યુસુફભાઈ વોરા, સહિત ઘરના સભ્યો ભેગા મળીને ઘરનાં કામકાજ બાબતે તેમજ ખોટા વહેમ રાખી ત્રાસ આપવાનું તેમજ પતિ દ્વારા માર મારવાનું શરૂ કરી દેવામાં આવ્યુ હતુ. આ બનાવ અંગે હાલ સોજીત્રાની યુવતી નીલોફરબેન સિરાજભાઈ વોરાએ સોજીત્રા પોલીસ મથકમાં પોતાના પતિ મુનાફભાઈ વોરા સહિત સાત વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...