સોજીત્રા નગરના મુખ્યમાર્ગો પર ખડકાયેલા દબાણો તંત્ર માટે માથાના દુ:ખાવા રૂપ બની ગયા છે. ધારાસભ્યે પાલિકાના દબાણો દૂર કરવા જણાવ્યું હતું. પરંતુ તે પહેલા 2 સીઓ બદલાઇ ગયા છે. જયારે હાલમાં પેટલાદ ચીફ ઓફિસર સંજય રામાનુજ ચાર્જ સંભળાતાની સાથે શનિવારે દબાણકારો સાથે બેઠક મોડીં સાંજે બેઠક કરી હતી.તેમાં કોઇ નિરાકરણ આવ્યું ન હતું.જેથી સોમવારે ગામમાં રીક્ષા ફેરવીને જાહેરાત કરવામાં આવી હતી. રાત સુધીમાં તમામ દબાણોકારોએ સ્વૈચ્છાએ દબાણ દૂર કરી દેવાનું અલ્ટીમેટમ આપ્યું હતું.
મંગળવારે સવારે પોલીસ પ્રોટકશન સાથે તમામ મુખ્યમાર્ગો પરથી કોઇની શરમ રાખ્યાં વિના દબાણો દૂર કરવામાં આવશે.તેનો ખર્ચ દબાણ કર્તા પાસેથી વસુલવામાં આવશે.જેને લઇને દબાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સોજીત્રા નગરપાલિકાએ અલ્ટીમેટમ આપતાં સોમવારે કેટલાંક દુકાનદારો સ્વૈચ્છાએ શેઢ હટાવવાની કામગીરી હાથધરી હતી. તો વળી કેટલાંક જે થશે તે જોય જશે.તેમ વિચારીને દબાણો દૂર કર્યા ન હતા. મંગળવાર સવારે સોજીત્રા પાલિકા દ્વારા મુખ્ય ચોકડી થી લઇને લીમડીચોક સુધીના મુખ્યમાર્ગ પરથી દબાણો દૂર કરવામાં આવનાર છે. ત્યારબાદ અન્ય વિસ્તારોના દબાણો દૂર કરાશે તેમ પાલિકા સૂત્રોએ જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.