તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • Sojitra MLA's Voice Was Heard In The Assembly On The Issue Of Closure Of Schools At The Village Level And Bus Service Business.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અવાજ ઉઠાવ્યો:ગ્રામ્ય સ્તરે શાળાઓ બંધ થવા મુદ્દે અને બસ સેવાના ધાંધિયા બાબતે વિધાનસભામાં સોજીત્રા ધારાસભ્યનો અવાજ ગાજ્યો

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસ્વીર 
પુનમભાઈ પરમાર ધારાસભ્ય, સોજીત્રા - Divya Bhaskar
ફાઈલ તસ્વીર પુનમભાઈ પરમાર ધારાસભ્ય, સોજીત્રા
 • પ્રશ્નોત્તરીકાળમાં શિક્ષણ અને એસટી બસનો પ્રશ્ન ઉઠાવ્યો
 • ઓછી સંખ્યાવાળી શાળાઓ ત્રણ કિલોમીટરના અંતરમાં આવતી અન્ય શાળામાં મર્જ કરાય છે

આણંદ જિલ્લામાં ગ્રામ્ય સ્તરે યાતાયાત માટે રોડ રસ્તા નિર્માણ પાછળ કરોડો ખર્ચાઈ રહ્યા છે. જ્યારે ગ્રામ્ય સ્તરે બસ સેવા ખોરવાઈ રહી છે. સર્વ શિક્ષા અભિયાનનું સૌ ભણે અને સૌ આગળ વધેની ઉક્તિ પણ ભ્રામક સાબિત થઈ રહી હોય તેવી ઓછી સંખ્યા વાળી શાળા નજીકની શાળામાં મર્જ કરી મૂળ શાળા બંધ કરવાની શિક્ષણ વિભાગની નીતિ સામે સોજીત્રાના ધારાસભ્ય પુનમ પરમારે વિધાનસભામાં અવાજ ઉઠાવ્યો અને આ મુદ્દે સરકારની નીતિ સુધાર માટે માંગણી કરી હતી.

વિદ્યાર્થીઓ અને નોકરિયાતને પરિવહનમાં તકલીફ પડી રહી છે

સોજીત્રા મત વિસ્તારના ધારાસભ્ય પુનમ પરમારે આજે વિધાનસભાની અંદર પ્રશ્નોત્તરીકાળમાં શિક્ષણ અને એસટી બસનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે અગાઉ કોંગ્રેસની સરકારમાં દરેક ગ્રામ્ય સ્તરે બસ સુવિધાઓનો વિસ્તાર કર્યો હતો. ગામની અંદર એસટી બસો જતી હતી. ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને શહેર સુધી લઈ જતી હતી અને શાળા છૂટવા સમયે પણ બસના ટાઈમ ગોઠવાયેલ હતા. જેથી પરત આવવામાં પણ વિદ્યાર્થીઓ કે નોકરિયાતને કોઈ તકલીફ પડતી નહોતી. પરંતુ હાલમાં એસટી બસ ગામડામાં જોવા મળતી નથી. જેથી ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને શહેર સુધી શિક્ષણ લેવા અને રોજગાર અર્થે જતા નાગરિકોને પણ આવવું જવું મુશ્કેલ બન્યું છે. મહત્વનું છે કે યુવાન દીકરીઓને શાળા કોલેજોમાં ખાનગી વાહનોમાં શહેર સુધી મોકલવામાં વાલીઓ ખચકાટ અનુભવે છે અથવા અભ્યાસ છોડાવી દે છે.

દીકરીઓને અધવચ્ચે અભ્યાસ છોડાવી દેવાના કિસ્સા વધ્યા

સરકારના શિક્ષણ વિભાગની ઓછી સંખ્યાવાળી શાળા મર્જ કરવાના નીતિ નિયમોને લઈને પણ ધારાસભ્યે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે અગાઉ અંતરિયાળ ગામ અને પરા વિસ્તારોમાં ધોરણ 1 થી 7 ની પ્રાથમિક શાળા ચાલતી હતી. જેને લઇને સ્થાનિક વિદ્યાર્થીઓને શાળાએ જવું સહેલું બન્યું હતું. પરંતુ હાલની સરકાર દ્વારા ઓછી સંખ્યાવાળી શાળાઓ ત્રણ કિલોમીટરના અંતરમાં આવતી અન્ય શાળામાં મર્જ કરવામાં આવી રહી છે. જેને લઇને પરા અને સીમ વિસ્તારના બાળકોને દુરની શાળામાં અભ્યાસ અર્થે જવું મુશ્કેલ બનશે. વાલીઓ પણ પોતાના નાના બાળકોને દુરની શાળામાં મોકલતા અચકાય છે. તેમજ દીકરીઓને અધવચ્ચે અભ્યાસ છોડાવી દેવાના કિસ્સા વધ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો