સોજિત્રા બેઠક પર છેલ્લી બે ટર્મથી કોંગ્રેસનો સામાન્ય મતોથી વિજય થતો હતો. તે અગાઉ ભાજપ આ બેઠક પર બે વાર જીત્યું હતું. સોજીત્રા બેઠક કોંગ્રેસે પુન: પુનમ પરમારને ટીકિટ આપી હતી.તેની નારાજગી કાર્યકરોમાં હતી. કારણ કે તારાપુર ગ્રામ પંચાયતની ચૂંટણી કે સહકારી મંડળીઓની ચૂંટણીમાં ધારાસભ્ય પૂનમ પરમાર કે તેમના પરિવારના સભ્યોને તક આપવામાં આવી હતી. કોંગ્રેસના કાર્યકરોમાં અંદરખાને નારાજગી હોવાના કારણે આ બેઠક ગુમાવવાનો વખત આવ્યો છે.
ભાજપને સોજિત્રા બેઠક જીતવા માટે ખુદ વડાપ્રધાન મેદાનમાં ઉતર્યા હતાં. જેથી ભાજપના ઉમેદવાર સામેની નારાજગી કાર્યકરોએ બાજુએ મુકીને તેમને જીતાડવા માટે એક જૂથ થઇને કામ કરીને મતદારોને ભાજપ તરફ વાળવાનું કામ કરતાં ભાજપને તેનો ફાયદો થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગવી શૈલીમાં પ્રજા સમક્ષ વિકાસ ગાથા, હિન્દુતત્વ અને ખંભાતના કોમી રમખાણોની વાત રજૂ કરીને મતદારોને પોતાની તરફેણ કર્યા હતા.જેેનો ફાયદો થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.