તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંજો ઝડપાયો:આણંદ શહેરમાં ફ્લેટ ભાડે રાખી ગાંજાનો વેપાર કરતા ઓરિસ્સાના શખ્સને એસઓજી પોલીસે દબોચ્યો, રૂપિયા 1 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે છાપો મારી 303 નંબરના ફ્લેટમાંથી 10.335 કિલોગ્રામ ગાંજો પકડ્યો

આણંદ શહેરમાં ભાલેજ રોડ ઉપર શાહ પેટ્રોલ પંપની બાજુમાં આવેલ ક્રિશ્નાકનૈયા કોમ્પલેક્ષમાં ગત રાત્રીના સુમારે મળેલી બાતમીના આધારે એસઓજી પોલીસે છાપો મારી 303 નંબરના ફ્લેટમાંથી 10.335 કિલોગ્રામ ગાંજો રૂપિયા 1,03,440 સાથે પરપ્રાંતિય શખ્સને ઝડપી પાડી આણંદ ટાઉન પોલીસ મથકે નારકોટીક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

સચિન ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરતો

આણંદ શહેરમાં ભાલેજ રોડ ઉપર શાહ પેટ્રોલ પંપની બાજુમાં આવેલા ક્રિશ્ના કનૈયા કોમ્પલેક્ષમાં ફ્લેટ નં.303 માં રહેતો અને આણંદ ઓર્થોપેડીક હોસ્પિટલની બાજુમાં કીંગ ચાઈનીઝના નામે નાસ્તાની લારી ચલાવતો ઓરીસ્સાનો સચીન સ્વાલસિંઘ સદાનન સ્વાલસિંઘ ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરે છે.

મીણીયા થેલીમાંથી 10.335 કિલો માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો

જે બાતમીના આધારે એસઓજી પીઆઈ જી.એન.પરમાર સહિતના સ્ટાફે ફ્લેટમાં છાપો મારી ફ્લેટની તલાસી લેતા ફ્લેટમાં ઘરવખરીના સામાનની વચ્ચે મીણીયા થેલીમાંથી 10.335 કિલો માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે આ અંગે એફએસએલ અધિકારીને જાણ કરી મળી આવેલા માદક પદાર્થની તપાસ કરાવતા આ માદક પદાર્થ ગાંજો હોવાનું જણાયું હતું.

પોલીસે નારકોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ 8(સી), 20(બી) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

જેથી પોલીસે 10.335 ગાંજાનો જથ્થો રૂપિયા 1,03,440 તેમજ આરોપી સચીન પાસેથી એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 1,08,450 નો મુદ્દામાલ કબ્જે કરી આ બનાવ અંગે એસઓજી એએસઆઈ અશોકની ફરિયાદના આધારે આણંદ ટાઉન પોલીસે નારકોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ 8(સી), 20(બી) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો