તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:આણંદમાં ચોરી કરવા આવેલા તસ્કરો ચોરેલી કાર મુકી કરાર

આણંદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોડી સાંજ સુધી ફરિયાદ કોઇ પોલીસ ફરિયાદ નોંધાઈ નહોતી

આણંદના ખોડિયાર મંદિર વિસ્તારમાં શુક્રવારે સવારે એક ઈકો કાર બિનવારસી પડી હતી. કારની નજીકમાં સ્કુલ બેગમાં માલ સામાન ભરેલો મળી આવ્યો હતો. સ્થાનિક લોકોએ પોલીસ મથકે જાણ કરી હતી. મંદિરમાંથી ભગવાન કે માતાજીને ચઢાવવાના ચાંદીના સિક્કા સહિતનો સામાન હતો. જેથી કોઈ મંદિરમાં ચોરી કર્યા બાદ ખોડીયાર મંદિર વિસ્તારમાં ચોરી કરવા આવ્યા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જોકે, બાદમાં કાર અને માલ-સામાન અહીં જ છોડી ગયા હતા. આવું કરવા પાછ‌ળનું કારણ શું તે બાબત હાલ રહસ્ય છે. ચોરાયેલી કારના માલિક લાલજીભાઈ ગૌરને મળી જતાં તેમણે પોલીસ સ્ટેશનમાં હજુ સુધી ફરિયાદ નોંધાઇ નથી.

ચારેક શખ્સ કાર લઈને આંટા મારતા હતા
મારા ડમ્પર રાત્રિના સમયે ચાલતા હોય હું એ સમયે લાંભવેલ રોડ પર આવેલા એક પેટ્રોલ પંપ પર હાજર હતો. દરમિયાન રાત્રિના સમયે ચારેક જેટલાં શખ્સો કારમાં સવાર થઈ આવ્યા હતા. પેટ્રોલપંપ પર આવતાં જ હેડલાઈટ બંધ કરી દીધી હતી. અને ત્યાંથી નીકળી ગયા હતા. એ પછી સવારે કાર અહીં બિનવારસી મળી આવી હતી. > નાથાભાઈ ભરવાડ, સ્થાનિક

અન્ય સમાચારો પણ છે...