તસ્કરો ત્રાટક્યાં:આંકલાવમાં બે સગા ભાઈના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા, રોકડ અને દાગીના મળી રૂપિયા 7.88લાખની ચોરી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિવાર ધાબા પર સૂઈ રહ્યો હતો અને તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો
  • પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

આંકલાવમાં તસ્કરોએ ધામા નાંખ્યા હોય તેમ ઉપરા છાપરી ચોરીના બનાવો બની રહ્યા છે. ત્યારે તસ્કરોએ નવાખલા ગામે બે ખેડૂતના મકાનને નિશાન બનાવી તેમાંથી રોકડ તથા દાગીનાની ચોરી કરી હતી. તસ્કરો કુલ રૂ.7.88 લાખની મત્તાની ચોરી કરી હતી. જેને લઈ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આંકલાવના નવાખલા ગામમાં રહેતા અને ખેતી કરતાં શંકરભાઈ પૂનમભાઈ ઠાકોર અને તેમના નાના ભાઈ શૈલેષભાઈ ઠાકોર સાથે રહે છે. તેઓ ઉનાળાની ગરમીના પગલે ઘરની બહાર અને મકાનના ધાબા પર પરિવાર સાથે સુઈ રહ્યાં હતાં. આ સમયે મધરાતે ત્રાટકેલા તસ્કરોએ ઘરમાં ઘૂસીને તિજોરી અને પીપડાના લોકને તોડી અંદર મુકેલા રૂ.5.50 લાખ રોકડા તેમજ સોના – ચાંદીના દાગીના મળી કુલ રૂ.7.88 લાખની મત્તા ચોરી કરી ગયાં હતાં. આ અંગે વ્હેલી સવારે બન્ને ભાઈઓએ જોતા ચોંકી ગયાં હતાં અને તાત્કાલિક પોલીસને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. જોકે, આ ચોરીમાં કોઇ જાણ ભેદુ હોવાની શંકા છે કારણ કે, તસ્કરોએ સાણસીથી તાળુ તોડ્યું હતું. જે શંકાસ્પદ બાબત છે.

અન્ય સમાચારો પણ છે...