તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આણંદના એ.વી.રોડ પર મોતીકાકાની ચાલી સામે આવેલા એક બંધ ફ્લેટમાં તસ્કરોઅે દરવાજાનું તાળું તોડી તસ્કરો દ્વારા ઘરમાં તરખાટ મચાવી સોના-ચાંદી, નંદ સહિત હીરાના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂા 4.86 લાખની મત્તાની ચોરી કરી છૂ થઈ ગયાની ફરિયાદ આણંદ ટાઉન પોલીસ મથકમાં નોંધાઇ છે.
આણંદના વિદ્યાનગર રોડ ઉપર મોતીકાકાની ચાલી સામે આવેલા ચિત્રાંગના ફ્લેટ ખાતે મકાન નંબર ડી-5માં 55 વર્ષીય આધેડ દિપીકાબેન શાહ પોતાની દીકરી આશ્કા સાથે રહે છે. અને વિદ્યાનગર ભાઈકાકા સ્ટેચ્યુ પાસે જેમ્સવલ્ડ નામની દુકાનમાં ગ્રહના નંગનો વેપાર કરી જીવન ગુજરાન ચલાવે છે. દિપીકાબેન તેમજ તેઓની દિકરી બંને દુકાન ખાતે બેસીને વેપાર ધંધો કરે છે. શુક્રવારે સવારે 9 વાગ્યાના અરસામાં દિપીકાબેન તેમજ તેમની દીકરી પોતાના ફ્લેટને લોક મારી દુકાન ઉપર ગયા હતાં અને આખો દિવસ દુકાન ઉપર રોકાયા હતા.
સાંજના 7 વાગ્યે દિપીકાબેન ી દીકરી આશ્કા સાથે દુકાન બંધ કરીને પોતાના ફ્લેટ પર આવ્યા હતા. ત્યારે ફ્લેટના મેઈન દરવાજાની આગળની જાળી અને દરવાજો ખુલ્લો હતો તેમજ જાળવીને મારેલું તાળુ પણ તોડી નાખ્યું હતુ અને ઇન્ટર લોક તૂટેલી હાલતમાં પડયું હતું. જેથી દિપીકાબેને આ બાબતે પોતાના સંબંધી તેમજ દીકરી સાથે ફ્લેટમાં તપાસ કરતા કોઈ ચોર શખ્સ બેડરૂમમાં મુકેલા લાકડાના કબાટને ચાવી વડે ખોલી લોકર ખોલી લોકરમાંથી ગુરુના નંગ ત્રણ, ઉપરાંત સોના તેમજ ડાયમંડના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂ 4.80 લાખની મત્તાની ચોરી કરી લઇ ગયા હતા. આ બનાવ અંગે દિપીકાબેન ચેતનભાઇ ભગવતિલાલ શાહે આણંદ ટાઉન પોલીસ મથકમાં જાણ કરતા ટાઉન પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા અને ચોરીનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.