તસ્કરોનો તરખાટ:ઉમરેઠમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, 47 હજારથી વધુની કિંમતના દાગીનાની ચોરી

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉમરેઠના લાલ દરવાજા પાસે રહેતા મહિલાના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. મકાનમાંથી રૂ.47 હજારના દાગીનાની ચોરી કરી ફરાર થયા હતા. આ અંગે ઉમરેઠ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઘરમાં સામાન વેર-વિખેર હતો
​​​​​​​
ઉમરેઠના લાલ દરવાજ પાસે રહેતા સંગીતાબહેન મુકેશભાઈ પટેલનો પુત્ર અમદાવાદ અને પુત્રવધુ લંડન રહે છે. તેઓ એકલા જ રહેતાં હોવાથી 11મી ઓક્ટોબરના રોજ સાંજના આશરે સાડા સાતેક વાગ્યાના સુમારે ઘર બંધ કરી તેમના પિતાના ઘરે ગયાં હતાં. જ્યાં રાત્રિ રોકાયાં હતાં. તેઓ બીજા દિવસે સવારે ઘરે આવ્યાં ત્યારે જોયું તો લોખંડનો દરવાજો ખાલી બંધ હતો અને મેઇન દરવાજાનો નકુચો તુટેલો હતો. ઘરમાં પ્રથમ તથા બીજા રૂમમાં જોતા કબાટમાં ડબ્બા વગેરે ખુલ્લા હતાં. જેથી તપાસ કરતાં નીચેના ભાગે કોઇ વસ્તુ ચોરીમાં ગઇ નહીં. જેથી તરત જ મકાનના ઉપરના ભાગે જોતા તિજોરી ખુલ્લી હતી. તેનું લોકર પણ તુટેલું હતું. જેમાંથી વસ્તુઓ વેરણ - છેરણ પડી હતી.
​​​​​​​​​​​​​​પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
​​​​​​​
બીજા રૂમમાં પણ કબાટ ખુલ્લો હતો. તેમાંના કપડા - લત્તા વિગેરે વેરણ - છેરણ હતા. તિજોરીવાળા રૂમમાં જોતા ચાંદીના ત્રણ સેટ, ચાંદીના સાકળા, સોનાનું ડોક્યુ આશરે બે તોલા મળી કુલ રૂ.47,500ની મત્તાની ચોરી થઇ હતી. આ અંગે સંગીતાબહેન પટેલે ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...