ચોરી:આણંદના અડાસની દૂધ મંડળીના દરવાજાનું લોક તોડી અંદર તસ્કરો પ્રવેશ્યા, પોણા લાખની રોકડ ચોરાઇ

આણંદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાસદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

આણંદના અડાસ ગામે આવેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી.માં ત્રાટકેલા તસ્કરો રૂ.72 હજાર ઉપરાંતની રોકડ ચોરી કરી નાસી ગયાં હતાં. આ અંગે વાસદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અડાસ ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં 6ઠ્ઠી જાન્યુઆરી, 2022ના રોજ રાબેતા મુજબ રાતના નવેક વાગે ડેરી બંધ કરી ઘરે ગયાં હતાં. બીજા દિવસે સવારે ડેરી ખોલતાં અંદરનું દૃશ્ય જોઇ સૌ ચોંકી ગયાં હતાં. ડેરીનો મેઇન લોખંડની જાળી વાળા દરવાજાનું તાળુ તુટેલી હાલતમાં પડેલું હતું.

ડેરીમાં અંદર જઇ જોતા ડેરીની ઓફિસનું રૂમનું બારણાને મારેલા લોક પણ તુટેલાં હતાં. દરવાજો ખુલ્લો હતો અને રૂમમાં મુકેલા ત્રણ તિજોરી, લાકડાંનું ટેબલનું ખાનું તેટલું હતું. તિજોરી ખુલ્લી હતી. આથી, ચોરી થયાનું જણાતાં તપાસ કરી હતી. જેમાં સભાસદના દૂધ ચુકવણી રકમ તથા દાણના મળી કુલ રૂ.72 હજાર 756ની રોકડની ચોરી થઇ હતી.

આ અંગે વાસદ પોલીસને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. હાલ આ અંગે સેક્રેટરી મહેન્દ્ર પઢીયારની ફરિયાદ આધારે અજાણ્યા શખસો સામે ગુનો નોંધ્યો હતો.

તારાપુર કાનાવાડાની ફેક્ટરીમાંથી રો મટીરિયલ ચોરાયું

તારાપુરના કાનાવાડા સીમમાં આવેલી ઓરિયન્ટ કંપનીના ખુલ્લી જગ્યામાંથી અજાણ્યા શખસો રો મટિરીયલની ખાલી થેલીઓ કિંમત 15 હજારની ચોરી કરી નાસી ગયાં હતાં. આ અંગે રાજેશ હરિહર કર્મકરની ફરિયાદ આધારે તારાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...