વિદ્યાનગરના નાના બજાર ખાતે આવેલી લક્ષ્મી હોસ્ટેલમાં ઘુસેલા તસ્કરે બે વિદ્યાર્થિનીના મોબાઇલ અને પર્સની ચોરી કરી હતી. આ પર્સમાં અસલ ડોક્યુમન પણ હતાં. આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વિદ્યાનગરના ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી અને નાના બજારમાં આવેલી રાણી લક્ષ્મીબાઇ ગર્લ્સ હોસ્ટેલમાં રૂમ નં.21માં રહેતાં મિનહાઝબાનુ સરફરાજઅલી ખત્રી 29મી એપ્રિલ,22ના રોજ રાત્રિના સાડા અગીયારેક વાગ્યાના અરસામાં રૂમમાં હતાં અને તેમની મિત્ર વિધી રૂમ નં.19માં વાંચતી હતી. દરમિયાન રૂમ બંધ કર્યા વગર જ મિનહાઝબાનુ અંદરથી સ્ટોપર માર્યા વગર સુઇ ગયાં હતાં અને દરવાજો ખુલ્લો હતો.દરમિયાન રૂમમાં ઘસેલા શખસે મોબાઇલ અને બેગની ચોરી કરી હતી. આ બેગમાં માર્કસીટ, એલસી તેમજ વિધીનું પર્સ પણ હતું. જેમાં સોનાની બુટ્ટી મળી કુલ રૂ.40 હજારની મત્તા હતી. આસપાસમાં તપાસ કરવા છતાં બેગ મળી આવી નહતી. આથી, આ અંગે વિદ્યાનગર પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદમાંથી બાઇક ચોરાયું
નાપાડવાંટાના ચાણસીપુરામાં રહેતા અને અમુલમાં ફરજ બજાવતાં રોહિતકુમાર પરમાર 23મી એપ્રિલના રોજ વડોદ ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયો હતો. જ્યાં ડાભીયા સીમમાં વજેસિંગ પરમારના ઘર નજીક લોક મારીને બાઇક મુકી હતી. તેઓ લગ્ન પ્રસંગમાં જમી પરવારી બપોરે બે વાગે પરત આવ્યાં તે સમય દરમિયાન કોઇ શખસ તેમનું બાઇક નં.જીજે 23 ડીએફ 3910 કિંમત રૂ.30 હજાર ચોરી કરી નાસી ગયો હતો. આ અંગે વાસદ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.