તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ખંભાતમાં શક્કરપુર પરવડી પાસેથી જુગાર રમતાં છ શકુનિ ઝડપાયા, 69 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

આણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મકાનના ત્રીજે માળ પર છ શખ્સો જુગાર રમતા રંગેહાથ પકડાઇ ગયાં

ખંભાતમાં અસામાજિક પ્રવૃતિઓ ફૂલીફાલી રહી છે. ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા તત્વોને પોલીસનો ડર નથી. ખંભાત પોલીસ પણ હવે આ તત્વો સામે વધુ કડક અને સતર્ક બની કામે લાગી છે. ખંભાત શહેર પોલીસે શક્કરપુર પરવડી પાસે દરોડો પાડી જુગાર રમતાં છ લોકોને પકડી પાડ્યા છે. આ લોકો પાસેથી પોલીસે રોકડ, મોબાઇલ સહિત કુલ 68 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસે મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી

ખંભાત શહેર પોલીસે બાતમી મળી હતી કે શક્કરપુર પરબડી આગળ રહેતા કાશભાઈ પટેલના ઘરમાં કેટલાક વ્યક્તિઓ પત્તા પાનાથી હારજીતનો જુગાર રમી રહ્યાં છે. જે બાતમી આધારે શહેર પોલીસે ટીમ બનાવી દરોડો પાડ્યો હતો. આ દરોડામાં મકાનના ત્રીજે માળ ઉપર છ શખ્સો જુગાર રમતા રંગેહાથ પકડાઇ ગયાં હતા. પોલીસે તમામની પૂછપરછ કરતા તે મુકુન્દ ઉર્ફે મેહુલ ઉર્ફે અપ્પુ રમેશ કુંભાર, પીયુષ મુકેશ ખલાસી, મહમદજુનેદ અબ્દુલમસ્જીદ શેખ, પ્રવિણ ઉર્ફે પંજો જીવણ ખારવા, અબ્દુલ રહેમાન નીશાર વ્હોરા, સંજય ઉર્ફે દાદુ શના માછી હોવાનું જણાવ્યું હતુ. પોલીસે સ્થળ પરથી રોકડ, મોબાઇલ મળી કુલ રૂ.68,900નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...