તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોપી કેસ:સરદાર પટેલ યુનિવર્સિટીમાં નોટ ક્લીયરની ઓનલાઈન પરીક્ષામાં છ કોપી કેસ નોંધાયા

આણંદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દોષિત વિદ્યાર્થીઓને શું સજા કરવી તે બાબતે પરીક્ષા શુદ્ધિ સમિતિ દ્વારા નિર્ણય લેવાશે

વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં હાલમાં નોટ ક્લીયર વિષયોની પરીક્ષા ચાલી રહી છે. પરીક્ષા ઓનલાઈન લેવામાં આવી રહી છે. જોકેે, ગત સોમવારથી શરૂ થયેલી પરીક્ષામાં પણ છ જેટલાં વિદ્યાર્થીઓ ચોરી કરતાં ઝડપાયા છે. હાલમાં યુનિવર્સિટી દ્વારા જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં કોપી કરતાં પકડાયા છે તે વિદ્યાર્થીઓને સજા અંગેનો નિર્ણય પરીક્ષા શુદ્ધિ સમિતિ દ્વારા લેવામાં આવશે તેમ યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા જાણવા મળ્યું હતું.

આ અંગે વાત કરતાં પરીક્ષા વિભાગના હેડ અતુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, ચોરી કરતાં ઝડપાયેલા વિદ્યાર્થીઓમાં એમ.કોમ, બી.એ. એમ.એના વિદ્યાર્થીઓ છે. આ વિદ્યાર્થીઓ સામાન્ય રીતે ઓનલાઈન પરીક્ષા આપતી વખતે વારંવાર તેમની બેસવાની પોઝીશન બદલ્યા કરતા હોય છે. આ ઉપરાંત તેમને સૂચના આપવા છતાં પણ તેઓ તેનો અનાદર કરતા હોય છે. અને કોપી કરતા હોય તે રીતે કેમેરામાં કેદ થયા હતા. વારંવારની સૂચના છતાં પણ ન માનતા આખરે આવા વિદ્યાર્થીઓ વિરૂદ્ધ યુનિવર્સિટી દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે.

સરદાર પટેલ યુનિવર્સિટીમાં કેવા સંજોગોમાં ઓનલાઈન પરીક્ષામાં કોપી કેસ નોંધાતા હોય છે

  • પરીક્ષા સમયે વિદ્યાર્થી જાણી જોઈને અવાર-નવાર કેમેરાથી દૂર થવાનો પ્રયાસ કરતો હોય છે, જે માટે યુનિવર્સિટી ઠપકો આપે છે
  • વારંવાર તેની બેસવાની પોઝીશન બદલ્યા કરતો હોય છે
  • પરીક્ષા આપતી વખતે પરીક્ષાર્થીની નજરો પ્રશ્નપત્ર-ઉત્તરવહી કરતાં અન્યત્ર વધુ જોવા મળતી હોય અથવા તો કોઈ ચોક્કસ જગ્યા પર જોઈને જ ઉત્તરવહી લખતો હોય ત્યારે તેવા કિસ્સામાં યુનિવર્સિટી દ્વારા ચોરીનો કસ નોંધવવામાં આવતા હોય છે.
અન્ય સમાચારો પણ છે...