તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૌભાંડ:સિંહોલના દુકાનદારનો પરવાનો 3 માસ માટે મોકુફ, સરકારી અનાજ ભરેલો ટેમ્પો ગ્રામજનોએ ઝડપી પાડ્યો

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પેટલાદના સિંહોલ ગામની પંડિત દિનદયાળ ઉપાધ્યાય જાહેર વિતરણ વ્યવસ્થાની દુકાન ઉપર મામલતદાર દ્વારા ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં ઉઘડતો જથ્થો દુકાન સાથે અત્યંયોદય બીપીએલ યોજના લાભાર્થીઓની યાદી રાખવામાં આવી ન હતી. ત્યારબાદ એપ્રિલ-મે માસ સુધી ઉઘડતો જથ્થો ઉપાડ્યો પણ નહતો. ગત 22, 23 મે ના રોજ અધિકારીની પરવાનગી મેળવ્યા સિવાય દુકાન બંધ રાખવામાં આવી હતી. સંચાલક જાદવ મનિષાબેનને નોટીસ આપવામાં આવી હતી. છતાં પણ યોગ્ય જવાબ નહીં આપતા ગેરરીતીઓ બદલ પેટલાદ મામલતદારે 90 દિવસ સુધી પરવાનો મોકુફ રાખવાનો આદેશ કર્યો હતો.નોંધનીય છે કે, સિંહોલ ગામમાં સરકારી અનાજ ભરેલો ટેમ્પો ગ્રામજનોએ ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...