મુલાકાત:આણંદ કલેકટર કચેરી ખાતે કાર્યરત સીંગલ વીન્ડો સીસ્ટમ અને EMMCની મુલાકાત

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત જાહેરસભા-સરઘસ, રેલી, યાત્રા, લાઉડ સ્પીકર, વાહન તેમજ જિલ્લા કક્ષાએ હેલીકોપ્ટર અને હંગામી કાર્યાલય ઉભુ કરવા સહીતની ચૂંટણીલક્ષી પરવાનગીઓ એક જ સ્થળેથી સમયસર મળી રહે તે માટે સિંગલ વિન્ડો સીસ્ટમ ઉભી કરવામાં આવી છે. આ સીંગલ વિન્ડો સીસ્ટમની તેમજ EMMC ની જનરલ ઓબ્ઝર્વર અલકા શ્રીવાસ્તવ (આઇ.એ.એસ) એ મુલાકાત લીધી હતી.

જનરલ ઓબ્ઝર્વર અલકા શ્રીવાસ્તવે સીંગલ વિન્ડો સીસ્ટમ ખાતે નિભાવવામાં આવતા રજીસ્ટરો સહિતની મંજૂરી અર્થે હાથ ધરાતી કામગીરી નિહાળી હતી. આ તકે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી લલીતભાઈ પટેલે તેમને સીંગલ વિન્ડો સીસ્ટમમાં ઉપસ્થિત વિવિધ વિભાગોના અધિકારીઓનો પરિચય આપી તેમના દ્વારા અત્યાર સુધીમાં આપવામાં આવેલ ચૂંટણી સંદર્ભેની વિવિધ મંજુરીઓ તેમજ તેની પ્રક્રિયા સબંધિત કામગીરીથી વાકેફ કર્યા હતા.

મહત્વનુ છે કે આ તબક્કે જનરલ ઓબ્ઝર્વરે પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયામાં આવતા પેઈડ ન્યૂઝ–જાહેરખબરના ખર્ચ ઉપર ધ્યાન રાખવા માટે શરૂ કરવામા આવેલ ઇલેકટ્રોનિક મીડિયા મોનીટરીંગ કંટ્રોલ રૂમ (EMMC)ની પણ મુલાકાત લઈ EMMC ની કામગીરીનું રસપૂર્વક નિરીક્ષણ કરી ચૂંટણી સંબંધિત MCMC અને EMMC કમીટીઓ, જાહેરખબર, પેઇડ ન્યુઝ સહિતની જરૂરી જાણકારી મેળવી હતી.

MCMC ના સભ્ય સચિવ અને નાયબ માહિતી નિયામક એચ.બી.દવેએ ચૂંટણી નિરીક્ષક અલકા શ્રીવાસ્તવને EMMC, MCMC સમિતિની કામગીરીની વિગતો આપી આ માટે નિભાવવામાં આવી રહેલા રજીસ્ટરો, પત્રકો તેમજ ખર્ચ સબંધિત મોકલવામાં આવતા પત્રકો સહિતની EMMC ની કામગીરીથી તેમને વાકેફ કર્યા હતા.

જનરલ ઓબ્ઝર્વર અલકા શ્રીવાસ્તવની આ મુલાકાત દરમિયાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી લલીતભાઈ પટેલે સીંગલ વિન્ડો સીસ્ટમ, ટોલ ફ્રી 1950 હેલ્પલાઈન નંબર અને EMMC ની કામગીરી સહિતની બાબતોથી ઓબ્ઝર્વરને અવગત કર્યા હતા. જનરલ ઓબ્ઝર્વરે આ તમામ કામગીરી નિહાળી સંતોષ વ્યકત કર્યો હતો.

જનરલ ઓબ્ઝર્વર અલકા શ્રીવાસ્તવની આ મુલાકાત દરમિયાન સીંગલ વિન્ડો સીસ્ટમના ઉપસ્થિત સબંધિત વિભાગના અધિકારીઓ, માહિતી કચેરીના નાયબ કાર્યપાલક ઈજનેર સુશીલ ક્રિશ્ચયન સહિતના માહિતી કચેરીના કર્મચારીઓ, EMMC ના સભ્યો અને મોનીટરીંગ કરી રહેલા કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...