• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Shubhamgiri Maharaj's Chadar Vidhi Was Performed On The Post Of Mahant Of Anand Jagannath Mahadev, Saint Mahant Gave Blessings

વિધિવત વરણી:આણંદ જાગનાથ મહાદેવના મહંત પદે શુભમગીરી મહારાજની ચાદરવિધિ કરાઈ, સંતો મહંતોએ આશિર્વાદ આપ્યા

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહંત રમેશપુરીજી મહારાજ બ્રહ્મલીન થયા બાદ તેમના સ્થાને નવા મહંત તરીકે શુભમગીરી મહારાજ

આણંદના સુપ્રસિદ્ધ જાગનાથ મહાદેવના મહંત રમેશપુરીજી મહારાજ બ્રહ્મલીન થયા બાદ તેઓના સ્થાને નવા મહંત તરીકે આજે શુભમગીરી મહારાજની ચાદરવિધિ કરી તેઓને સર્વ સંમતિથી મહંતપદે વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અનેક જાણીતા સંતો, મહંતો ઉપસ્થિત રહ્યાં હતા.

શુભમગીરી મહારાજની વિધિવત વરણી કરી ચાદરવિધિ કરાઇ

આણંદના જાગનાથ મહાદેવના મહંત રમેશપુરીજી મહારાજ બ્રહ્મલીન થયા બાદ તેઓના સ્થાને નવા મહંત તરીકે આજે શુભમગીરી મહારાજની વિધિવત વરણી કરી ચાદરવિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે શુભમગીરી મહારાજે જણાવ્યું હતું કે ટ્રસ્ટીઓ અને સંતો દ્વારા તેઓને જાગનાથ મહાદેવના મહંત પદે આજે જે જવાબદારી સોંપવામાં આવી છે. તેને તેઓ પુરી કરવાનો પ્રયાસ કરશે. તેમજ રમેશપુરીજી મહારાજની ઈચ્છા અનુસાર તેઓ લોકસેવાના કાર્યોમાં રત રહેશે. તેની કટીબદ્ધતા વ્યક્ત કરી હતી.

ફુલહાર કરી મહંત પદે નિયુક્તી કરવામાં આવી

આ પ્રસંગે શ્રીપંચાયતી અખાડાના સંતો મહંતો તેમજ સ્થાનિક મંદિરોના સંતો અને મહંતો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ષોડશી ભંડારો પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રીપંચાયતી અખાડાના સંતો મહંતોએ નવા વરાયેલા મહંત શ્રી શુભમપુરીને આશીર્વાદ પાઠવ્યા હતા. જ્યારે આણંદ નગરપાલિકાના કાઉન્સીલર રાજુભાઈ પઢીયાર સહિત કાઉન્સીલરોએ શુભમપુરી મહારાજનું સ્વાગત કર્યું હતું. ત્યારે જાગનાથ મહાદેવ ટ્રસ્ટના રવીન્દ્રભાઈ અને અન્ય ટ્રસ્ટીઓ દ્વારા શ્રીશુભમગીરી મહારાજની વિધિવત રીતે ચાદર ઓઢાડી ફુલહાર કરી મહંત પદે નિયુક્તી કરવામાં આવી હતી.

આ વિધી પ્રસંગે શ્રી પંચાયતી મહાનિવાંરણી અખાડાના નિર્વાણ પિઠાધિશ્વર આચાર્ય મહા મંડલેશ્વર રાજગુરૂ (બીકાનેર), પ્રેમપુરીજી મહારાજ (નાસીક), વિવેકાનંદજી મહારાજ,(કરજણ), નીરજની અખાડાના મહંત રામેશ્વરપુરીજી, સંતરામ મંદિર નડીયાદના મનો ઓમકાર સાધના આશ્રમના અધ્યક્ષ સ્વામી માધવતીર્થજી મહારાજ વગેરે ઉપસ્થિત રહીને નવા વરણી કરાયેલા મહંત શુભમગીરી મહારાજને આર્શીવાદ વચન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...