આહ્વાન:ભાજપના બેનર હેઠળ ચૂંટયા અપક્ષ તરીકે જીતી બતાવો

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કરમસદ પાલિકાના બળવાખોર ભાજપના કાઉન્સિલરો વિરૂદ્ધ સોશિયલ મિડીયામાં નનામી પત્રિકા ફરતી થઇ

કરમસદ પાલિકાના કાઉન્સિલરો મનમાની કરી રહ્યાં છે. તેઓઅે ભુલવું ન જોઈઅે કે, તેઓ ભાજપના બેનર પર ચુંટાયા છે. અપક્ષ તરીકે ચુંટણી લડીને જીતી બતાવે તો ખરા આમ ભાજપના કાઉન્સિલરો બળવો કરીને અપક્ષ તરીકે સત્તા ચલાવવા માંગે છે.તે કરસમદની જનતા સાખી નહી લે તેવી નનામી પત્રિકાઅો સોશિયલ મિડીયા પર ફરતી કરીને કાઉન્સિલરો ચેતવી રહ્યાં છે.

કરમસદ સોશિયલ મિડીયા પર ફરતી થયેલી મીડિયા પર પ્રજાઅે તમારા નામ થી કે કામથી તમને મત આપ્યાં નથી. ફક્ત ને ફક્ત ભાજપના ઉમેદવાર તરીકે મત આપ્યાં છે. તમારામાં સાચે જ નૈતિક તાકાત હોય તો. પહેલા કાઉન્સિલર તરીકે રાજીનામા આપો પછી જ પક્ષમાંથી રાજીનામાં આપો અને અપક્ષ તરીકે ચુંટણી તરીકે જીતી બતાવો. પક્ષમાંથી રાજીનામું આપવું તે કરમસદની જનતાનો વિશ્વાસઘાત છે. તેમજ પક્ષ સાથે ગદ્દારી છે. જનતાની ધમકીના કારણે આજ સુધી જે નથી થયું તે હવે થશે. કાઉન્સિલરોમાં નૈતિકતા હોય તો હવે પછી પક્ષ જે આદેશ આપે તેનો અાદર કરો તેવી પ્રતિકા શોશિયલ મિડીયામાં ફરતી થઈ છે. જેને લઈને કરમસદમાં ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...