તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તારાપુર શહેરમાં કોમી અથડામણ:નગ્ન હથિયારો સાથેના ટોળાંએ તોડફોડ કરતાં દુકાનો ટપોટપ બંધ, દશના ટોળા સામે ફરિયાદ

આણંદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
તારાપુરમાં ગુરૂવારે રાત્રે બસ સ્ટેન્ડ પાસે દુકાનમાં તોડફોડ કરાઈ હતી. ખંભાત ડીવાયએસપી સહિત તારાપુર પોલીસનો કાફલો બંદોબસ્તમાં ગોઠવાયો હતો. - Divya Bhaskar
તારાપુરમાં ગુરૂવારે રાત્રે બસ સ્ટેન્ડ પાસે દુકાનમાં તોડફોડ કરાઈ હતી. ખંભાત ડીવાયએસપી સહિત તારાપુર પોલીસનો કાફલો બંદોબસ્તમાં ગોઠવાયો હતો.
 • બસ સ્ટેન્ડમાં પાર્કિંગના પૈસા જેવી સામાન્ય બાબતમાં અથડામણ

તારાપુરમાં ગુરૂવારે રાત્રે બસ સ્ટેન્ડ પાસે પાર્કિંગ બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા શુક્રવારે બપોરે એક કોમ દ્વારા દુકાનમાં તોડફોડ કરાઈ હતી. જેને પગલે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અને બજારો પણ ટપોટપ બંધ થઈ ગયા હતા. આ બનાવની જાણ થતા જ ખંભાત ડીવાયએસપી સહિત તારાપુર પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. વધુમાં સમગ્ર વિસ્તારની દુકાનો તકેદારીના ભાગરૂપે બંધ કરાવી દીધી હતી અને સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. હાલમાં સમગ્ર મામલે આઠેક ઓળખાયેલા અને દસેક ટોળાં સામે પોલીસે રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

તારાપુરના છીપવાડ ટાવર પાસે રહેતા જાવેદભાઈ મહેબુબભાઈ વ્હોરાએ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, તમના કાકાનો દીકરો અકરમ મુસ્તાક વ્હોરા તેનું બાઈક લઈ વોડાફોનની ઓફિસે પૈસા ભરવા માટે ગયો હતો. એ સમયે તેણે તેનું બાઈક બસ સ્ટેન્ડમાં મૂક્યું હતું. બસ સ્ટેન્ડમાં નિલેશભાઈ પટેલનું ટેન્ડર ચાલી રહ્યું છે. જોકે પૈસા જયેશભાઈ ઉઘરાવતા હતા. જયેશે પૈસા માંગતા અકરમે તેને પૈસા આપ્યા નહોતા. આ બાબતે ગુરૂવારે મોડી સાંજે બંને પક્ષે ઉગ્ર બોલાચાલી અને માથાકુટ થઈ હતી. જેને પગલે ભરબજારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. અને દુકાનો ટપોટપ બંધ થઈ ગઈ હતી. પોલીસ કાફલો પણ સ્થળ પર આવી જતાં મામલો થાળે પડ્યો હતો. અને બંને પક્ષે તારાપુર પોલીસ સ્ટેશને સામ-સામે અરજીઓ આપી હતી. બાદમાં શુક્રવારે બપોર પછી રબારી અને મુસ્લિમો વચ્ચે ફરી ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાયેલા ટોળાંઓ મારક હથિયાર સાથે ધસી આવ્યા હતા અને તેમણે ચ્હાની લારીની તોડફોડ કરી હતી.

કોના વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ
સમગ્ર મુદ્દે ગુરૂવારે બંને પક્ષે સમાધાન થઈ ગયું હતું. જોકે, શુક્રવારે પુન: અથડામણ થતાં તારાપુર પોલીસે રાયોટીંગ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી હતી. જેમાં જયેશ પ્રભાત રબારી, હરેશ પ્રભાત રબારી, સૈજી ભીખા રબારી, સંજય પ્રભાત રબારી, ભોલો ઉર્ફે કૌતુલ કનુ રબારી, કનુ રબારી, ટીપુ પ્રભાત રબારી, નવીન રબારી જે કનુભાઈનો ભાઈ સહિત આઠથી દસના ટોળાં સામે ગુનો નોંધ્યો હતો.

તારાપુરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી
તારાપુરમાં છેલ્લાં કેટલાંય સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. દસેક દિવસ અગાઉ રાત્રિના ખંભાત શહેરના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ. ગોહિલ અસામાજિક તત્વોને સાથે રાખીને જમીન પર કબ્જો જમાવવા ગયા હતા. જોકે, એ સમયે પણ ભારે હોબાળો મચી ગયો હતો. હાલમાં પણ પીઆઈ સહિત કોઈ આરોપીની તારાપુર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી નથી. જેને પગલે આરોપીઓને છાવરવાનું બંધ કરીને ધરપકડ કરવામાં આવે તેવી માંગ સાથે પીડિતો દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે.

અફવા બજાર ગરમ
તારાપુર શહેરમાં ગુરૂવારે મોડી સાંજે માથાકુટ થઈ હતી. એ સમયે વાયુવેગે માહિતી લોકો સુધી પ્રસરી જતાં તારાપુર શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાં કોમી અથડામણને લઈને કર્ફ્યુ મૂકી દેવાયો હોવાની અફવાઓના બજારો ગરમ થઈ જવા
પામ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો