કાર્યવાહી:વિદ્યાનગરમાં સગીરને ગુટખા આપનારો દુકાનદાર ઝડપાયો

આણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્કૂલ નજીક પ્રતિબંધ હોવા છતાં વેચતો હતો

વિદ્યાનગર બાવીસગામ સ્કુલ નજીક સગીરને ગુટખા આપનારા દુકાનદારને વિદ્યાનગર પોલીસે ઝડપી પાડી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.વલ્લભ વિદ્યાનગર મહાદેવ એરીયા વિસ્તારમાં આવેલી બાવીસગામ સ્કુલ નજીક પ્રતિબંધ હોવા છતાં કરીયાણાના વેપારી મહેશ જગન્નાથ અરોરા (રહે. પાલિકાનગર-2) દુકાનની અંદર પાન મસાલાના ગુટખા લટકાવી વેપાર કરતા હતા. જેને પગલે પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસે આ દરમિયાન, વોચ ગોઠવી હતી.

એ સમયે એક 17 વર્ષીય સગીર ત્યાં ગુટખા લેવા આવી પહોંચતા જ પોલીસે તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે સગીરને ગુટખા વેચવા તથા સ્કુલ નજીક પ્રતિબંધ હોવા છતાં દુકાન ચલાવતાં તેની ધરપકડ કરી તેની દુકાનમાંથી અલગ-અલગ કંપનીની ગુટખા મળી કુલ રૂપિયા 470નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...