તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Shining Result Of SVIT Vasad In GTU's First Semester Examination, SVIT Ranked Ninth In First Semester Out Of 114 Engineering Colleges

પરિણામ:GTUની પ્રથમ સેમેસ્ટરની પરીક્ષામાં SVIT વાસદનું ઝળહળતુ પરિણામ, 114 એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રથમ સેમિસ્ટરમાં SVIT નવમાં સ્થાને

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં 100% પરિણામ

સંલગ્ન કોલેજો અને વિદ્યાર્થીઓની સંખ્યાની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી યુનિવર્સિટી એટલે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી. જીટીયુ દ્વારા કોરોના પેન્ડેમીક વર્ષમાં વિદ્યાર્થીઓ માટે ઘણા કાર્યો કર્યા છે અને વિદ્યાર્થીઓની સુવિધા માટે ઓનલાઇન શિક્ષણ અને પરીક્ષાનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. હાલમાં જ જીટીયુ દ્વારા પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વાસદનું ઝળહળતુ પરિણામ જોવા મળ્યું છે. જીટીયુની 114 એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રથમ સેમિસ્ટરમાં 9માં સ્થાને એસવીઆઈટી રહી છે.

400થી વધુ વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો હોય એવી જીટીયુ સંલગ્ન કોલેજોમાં એસવીઆઈટીનું સમગ્ર રાજ્યમાં દ્વિતીય સ્થાન છે. ઓવર ઓલ રીઝલ્ટની વાત કરવામાં આવે તો એસવીઆઈટી 89.11 ટકા સાથે 9માં સ્થાને આવે છે. કોવિડ પેન્ડામિકની સ્થિતિમાં પણ એસવીઆઈટીની ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થીઓના ભાવિને ધ્યાનમાં રાખીને ખૂબ સારી મહેનત કરી વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ આપવાની જહેમત ફળી હોવાથી આ પરિણામ જળવાઈ રહ્યુ હોવાનું આત્મવિશ્વાસ વિધાર્થીઓ અને સંચાલકોમાં જણાઈ રહ્યું છે.

જીટીયુની 114 એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રથમ સેમિસ્ટરમાં 9માં સ્થાને એસવીઆઈટી રહી છે. એસવીઆઇટી ખાતે ડિગ્રી એન્જિનિયરિંગની અલગ-અલગ બ્રાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું પ્રથમ વર્ષનું બ્રાંચ વાઈઝ પરિણામ આ પ્રમાણે કહ્યા હતા. ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ(100%), ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ (94.4%), ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એન્જિનિયરિંગ (94.7%), કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ (92.03%), એરોનોટિકલ એન્જિનિયરિંગ (88.89%), મિકેનિકલ એન્જિનિયરિંગ (76.62%), સિવિલ એન્જિનિયરિંગ (70%), ઇન્સ્ટ્રુમેન્ટેશન અને કંટ્રોલ એન્જિનિયરિંગ (60%). વિદ્યાર્થીઓ એ પોતાના આવા ઝળહળતું પરિણામ માટે અધ્યાપકનો આભાર માનતા જણાવ્યું હતું કે એસ.વી.આઈ.ટી.ના અધ્યાપકોએ કોવિડની આ મહામારી અને લોકડાઊનમાં પણ ફોન પર વિદ્યાર્થીઓને શિક્ષણ અને યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

એસ.વી.આઇ.ટી. વાસદના અધ્યક્ષ ભાસ્કરભાઈ પટેલ ,સેક્રેટરી ભાવેશભાઇ પટેલ, ઉપાધ્યક્ષ દિપકભાઈ પટેલ, આચાર્ય ડૉ. એસ. ડી. ટોલીવાલ દ્વારા તમામ વિદ્યાર્થીઓ ને તથા શૈક્ષણિક કાર્ય સાથે જોડાયેલા તમામ પ્રાધ્યાપકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...