તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:સેલ્ટર હોમ ગરીબોનું આશ્રયસ્થાન બન્યું

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘર વિહોણા 80 નિરાધાર ગરીબોને પુરવઠા વિભાગ દ્વારા ચા, નાસ્તો અને જમવાની વ્યવસ્થા કરાશે

ભારત સરકાર દ્વારા પુરસ્કૃત રાષ્ટ્રિય શહેરી આજીવિકા મિશન અંતર્ગત શહેરી ઘર વિહોણા માટે આશ્રયની યોજના હેઠળ આણંદ શહેરમાં સાવ નિરાધાર, ભટકતા, કચરો વીણતા, દિવ્યાંગ, વૃદ્ધ, અશક્ત એવા વ્યક્તિઓને રહેવા સાથે ભોજન અને જીવન જરૂરિયાતની તમામ સેવા આપતું આણંદ નગર પાલિકાનું સેલ્ટર હોમ હવે જિલ્લા પુરવઠા વિભાગ અન્ન બ્રહ્મ યોજના સાથે સામેલ થતા ગરીબો માટે આશ્રય સ્થાન બની રહ્યું છે.

આણંદમાં પાલિકા સંચાલિત સેલટર હોમ એટલે કે, નિરાધાર ગરીબ પરિવારો માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આશ્રય સ્થાન શરૂ કરવામાં આવ્યુ હતું. જેનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે લોકાર્પણ થયું હતું. આ આશ્રય સ્થાન ઉપર હાલ 80 જેટલા નિરાધાર લોકો આશ્રય મેળવી રહ્યા છેઆ લોકોને નગરપાલિકા દ્વારા સામાજિક સેવાભાવી સંસ્થાના માધ્યમ થી ગુણવત્તા યુક્ત ભોજન, ચા, નાસ્તો , વગેરે પૂરું પાડવામાં આવી રહ્યું છે. આણંદ શહેરમાં ગરીબોના આશ્રય સ્થાન ચાલી રહેલી આ પ્રવૃત્તિ સરાહનીય બની છે.

જિલ્લા કલેક્ટર આર.જી.ગોહીલ ના માર્ગદર્શન હેઠળ, અધિક કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારી ગોપાલ બામણીયા દ્વારા આ નિરાધાર લોકોને અન્ન બ્રહ્મ યોજના હેઠળ જોડીને તેઓને 10 કિલો ઘઉં અને 5 કિલો ચોખાનું વિતરણ માટે પરમીટની વ્યવસ્થા કરવામાં આવી અને આ અનાજનું વ્યવસ્થાપન સેવાભાવી સંસ્થા દ્વારા કરવામાં આવે અને તેની ગુણવત્તા સભર રસોઈ બનાવી નિયમિત રીતે આશ્રિતોને પુરી પાડવામાં આવે છે.

જ્યોતિ સામાજિક સેવા સંસ્થાના મેનેજર પ્રતીક કાતરીયાએ જણાવ્યું કે, અહીં આવતા તમામ લોકોને જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ પુરી પાડી એક સ્વચ્છ રહેઠાણ પૂરું પાડવાનો પ્રયાસ કરીએ છીએ સાથે સાથે રોડ ઉપર રહેતા લોકોને આ સેન્ટર નો લાભ લેવા સમજ આપીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...