રજૂઆત:આણંદ MGVCLમાં ગ્રાહકોની સુવિધા માટે શેડ બનાવાશે

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાહક દ્વારા ગ્રાહક તકરાર નિવારણમાં રજૂઆત કરાઈ

આણંદ ગ્રીડ ચોકડી પાસે આવેલી એમજીવીસીએલની કચેરીમા વીજબીલ ભરવા માટે કાઉન્ટર ઓછો હોવાથી ગ્રાહકોને પરેશાનની સામનો કરવો પડતો હતો.તે અંગે જાગૃતગ્રાહક દ્વારા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં રજૂઆત કરાઈ હતી. જેમાં એમજીવીસીએલને વીજબીલ કચેરીને મોટા બનાવવા તથા બે દરવાજા મુકવા અને ગ્રાહકોને અનુકુળતા રહે તે માટે શેડ બનાવવા ફોરમ દ્વારા જણ કરવામાં આવી હતી.

આણંદના રહિશ રમેશભાઇ પ્રજાપતિએ ગ્રીડ શાખામાં વીજ બિલ સ્વીકારતી ઓફિસ ઘણી નાની હોવાથી વીજ ગ્રાહકોને તકલીફ પડતી હોવાની તેમજ લાંબી લાઇનો કચેરીની બહાર સુધી પહોંચતી હોવાની રજૂઆત કરી હતી. જેથી તાપમાં વૃદ્વો, મહિલાઓને પરેશાની ભોગવવી પડી રહી છે. ઉપરાંત કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાતું ન હોવાની રજૂઆત ગ્રાહક ફોરમમાં કરી હતી. આ અંગે ફોરમની ઉપસ્થિતિમાં અરજદાર અને વીજ તંત્રના પદાધિકારીઓને સાંભળવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...