વર્ષો જૂની સમસ્યા:કરમસદ નગરપાલિકામાં 15 વર્ષથી સ્ટેશન વિસ્તારમાં ગટરની સમસ્યા, કલેક્ટરને આવેદનપત્ર અપાયું

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાજેતરમાં જ મોટી સંખ્યામાં ઝાડા-ઊલટીના કેસો નોંધાયા હતા

આણંદના કરમસદ ગામના સ્ટેશન વિસ્તારમાં છેલ્લા 15 વર્ષથી ગટર લાઇનો પ્રશ્ન ઊભો છે. જેના કારણે ગટર લાઈન વારવાર ઉભરાય છે અને ગટરનું ગંદુ પાણી ઘર તથા રસ્તા પર ફેલાઈ છે તેનાથી રહેવાસીઓને અનેક પ્રકારના રોગનો સામનો કરવો પડે છે આથી આ સ્મસ્યાનો ઉકેલ આવે તે માટે કરમસદના સ્ટેશન વિસ્તારના રહેવાસીઓ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આણંદના કરમસદ ગામના સ્ટેશન વિસ્તારમાં ગંદકી તથા પાણીની સમસ્યાને લઈને લોકો રોષે ભરાયા હતા. છેલ્લા 15 વર્ષથી ગટરલાઈનના પ્રશ્નો હલ ન આવતા રહેવાસીઓને વારે ઘડીએ રોગચાળાનો સામનો કરવો પડે છે આ ઉપરાંત પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં ન મળતાં પાણીના ઘરવપરાશનામાં ઘણી સમસ્યાઓ ઊભી થાય છે આવા અનેક પ્રશ્નો અંગે કરમસદના સ્ટેશન વિસ્તારના રહેવાસીઓ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ આવેદનપત્રમાં વિસ્તૃત પ્રશ્નો જેવા કે ગટરનું પાણી,અપુરતુ પીવાનું પાણી, રોગચાળો, કચરાનો ઢગલો વગેરે વિશે જણાવવામાં આવ્યું હતું અને આ સમસ્યાનું નિવારણ કલેક્ટર દ્વારા જલ્દીથી લાવવામાં આવે તેવી અરજ કરવામાં આવી હતી.

કરમસદના રહેવાસીના પ્રશ્ન શું છે?

1- 15 વર્ષથી ગટરલાઈન ઉભરાતા ગટરનું પાણી ઘર તથા રસ્તા પર ફેલાઈ છે જેના કારણે અનેક પ્રકારના રોગનો સામનો કરવો પડે છે.

2- પીવાનું પાણી પુરતા ફોર્સમાં ન આવતા ઘરની ટાંકીઓ ખાલી રહે છે જેના કારણે ઘરવપરાશનાં પાણીમાં સમસ્યા ઊભી થાય છે.

3- સ્ટેશન રોડ ઘણા સમયથી રિપેર ન કરવાથી ઠેરઠેર ખાડા પડી ગયા છે જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી વેઠવી પડે છે અને અકસ્માત પણ સર્જાય છે.;

4- આ વિસ્તારની સોસાયટી નજીકના વિસ્તારમાં કચરાના ઢગલા કરવામાં આવ્યા છે જેના કારણે ભયંકર પ્રદૂષણ થાય છે

5- તાજેતરમાં જ ગટર લાઈન તેમજ પીવાના પાણીની લાઇન એક થઈ જવાથી મોટી સંખ્યામાં ઝાડા-ઊલટીના કેસો નોંધાયા હતા તેમ છતાં તંત્ર ઊંઘતું હોય તેમ લાગી રહ્યું છે.

6- આ વિસ્તારમાં પેવર બ્લોક નાખવામાં આવેલ ન હોવાથી સ્વચ્છતાનો ધોરણ જળવાતું નથી.

અન્ય સમાચારો પણ છે...