પાલિકાની બેદરકારી:આણંદના ગંગદેવનગર રોડ પર ગંદા પાણીની રેલમછેલ

આણંદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાની બેદરકારીથી 4 દિ'થી ઉભરાતી ગટરો

આણંદ નગર પાલિકાના સત્તાધિશો દ્વારા વિકાસના નામે બણગાં ફુકવામાં આવી રહ્યાં છે.ત્યારે આણંદ પાલિકા હસ્તક વોર્ડ 3માં આવેલા ગંગદેવનગર વિસ્તારમાં આવેલ સિંધુ નગર તરફ જવાના માર્ગ પર તંત્રની બેદરકારીના પગલે ચાર દિવસથી ગટરના દુષિત પાણી વહી રહ્યાં છે.

આ અંગે આણંદ ગંગદેવ નગર રહીશ રમેશભાઇ પ્રજાપતિ સહિત અન્ય રહીશોએ જણાવ્યું હતું કે,આણંદ નગર પાલિકાએ ભૂર્ગભ ગટરના નામે કરોડો રૂપિયાના ધુમાડો કરી નાંખવામાં આવ્યો છે. આમ છતાં પણ ગટર લાઇન કામગીરીમાં બેદરકારી દાખવવામાં આવી હોય છે.

અન્ય સમાચારો પણ છે...