વાતાવરણમાં ઠંડક:ચરોતરમાં તિવ્ર ઠંડી; 24 કલાકમાં પાંચ ડિગ્રીના કડાકા સાથે 14.5 ડીગ્રી તાપમાન

આણંદ/નડિયાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બે દિવસ સુધી વાતાવરણમાં ઠંડક રહેતા ખેતીના પાકને ફાયદો થશે

ખેડા અને આણંદ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી હળવા વાદળોના પગલે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઉછાળો નોંધાયો હતો. જેના કારણે દિવસે સામાન્ય ગરમીનો અહેસાસ વર્તાતો હતો. શનિવાર બપોર બાદ વાદળો હટી જતાં માત્ર 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. જેના કારણે રવિવારે સાંજના 5 વાગ્યા બાદ પુનઃ આણંદ -નડિયાદ સહિત ગામેગામ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. હજુ આગામી બે દિવસમાં ઠંડીનું જોર વધશે.

આણંદ કૃષિ હવામાન વિભાગના ડો. મનોજ લુણાગરીયાના જણાવ્યા અનુસાર આગામી બે દિવસમાં ઠંડીનું જોર વધશે. સામાન્ય તાપમાન કરતાં 2 ડિગ્રી તાપમાન નીચું રહેવાની સંભાવના છે. વાદળો હટતા જ પવનની ગતિમાં વધારો થતાં ભેજનું પ્રમાણ ઘટતા ઠંડીનું જોર વધ્યું છે. જેથી લીલા શાકભાજી સહિતના પાકોને ફાયદો થશે.

આણંદ કૃષિ હવામાન વિભાગમાં રવિવારે નોંધાયેલા તાપમાનના આંકડા પર નજર કરીએ તો લઘુત્તમ તાપમાન 14.05 ડિગ્રી, મહત્તમ તાપમાન 27.05 ડિગ્રી નોંધાયું છે. જયારે ભેજનું પ્રમાણ 83 અને પવનની ગતિ પ્રતિ કલાક 8.05 ડિગ્રી નોંધાઇ છે. તેના કારણે આગામી દિવસોમાં તાપમાન 13 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. સાથે સાથે પવનનું જોર પર 5 કિ.મી.ની આસપાસ રહેશે.

ખંભાતમાં અજાણી મહિલાનું ઠંડીથી મોત નીપજ્યું હોવાની પંથકમાં ચર્ચા
ખંભાતમાં અજાણી મહિલાનો રવિવારે સવારે મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે ખંભાત ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં મહિલાનું મોત ઠંડીથી મોત નીપજ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.ખંભાતના ચકડોળ ગ્રાઉન્ડ પાસે શ્રીજી સોસાયટીની પાછળ આશરે 65થી 70 વર્ષની એક અજાણી મહિલાની વહેલી સવારે લાશ મળી હતી.

પ્રાથમિક દષ્ટિએ મહિલાનું મોત ઠંડીના કારણે થયેલાનું ચર્ચાઈ રહ્યું છે. મહિલાની ઓળખ હજી થઈ શકી નથી. આજુબાજુના દુકાન દ્વારા જણાવ્યા મુજબ આ મહિલા છેલ્લાં પંદર દિવસથી ખંભાતના બજારોમાં જોવા મળી હતી. જે ચકડોળ ગ્રાઉન્ડ પાસેથી દુકાનોમાં રાત્રે સૂઈ જતી હતી.

અન્ય સમાચારો પણ છે...