હવામાન:નવેમ્બરના ચોથા સપ્તાહથી કડકડતી ટાઢ

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ-ખેડા જિલ્લામાં ચાલુ સપ્તાહમાં લધુત્તમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેશે

ચરોતરમાં આગામી સપ્તાહમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે લધુત્તમ તાપમાન 15 થી 16 ડિગ્રીની આસપાસ રહેશે. ત્યારબાદ ચોથા સપ્તાહથી વાદળો હટતાની સાથે ઠંડીનું જોર વધશે. હાલ તો સુકા પવનો ફુકાઇ રહ્યાં છે ત્યારે ફળ, ફૂલ અને શાકભાજીના પાકોમાં જીવતોનો ઉપદ્રવ અટકાવવા માટે જરૂરીયાત પુરતી દવાઓનું છંટકાવ કરવા માટે કૃષિ નિષ્ણાતોએ જણાવ્યું છે.

આણંદ-ખેડા જિલ્લામાં નવેમ્બર માસમાં ઠંડીનો પારો 14 ડિગ્રી પહોંચતો હોય છે. ચાલુ વર્ષે ઉત્તરપૂર્વી પવનોની ગતિમંદ હોવાથી તેમજ હળવા વાદળોને કારણે પારો 15 ડિગ્રીની આસપાસ અટકયો છે. હાલમાં સુકા પવનો અને વાદળોના કારણે જીવતાનું પ્રમાણ વધવાની સંભાવના છે. ખાસ કરીને ચોમાસુ તુવેરમાં લીલી ઇયળ, ફળ - ફુલમાં કોકડવા અને ફળકોરી ખાનારી ઇયળ ઉપદ્વવ વધી શકે તેમે છે ત્યારે ખેડૂતોએ પોતાની જમીનને ધ્યાને રાખીને લીંબોળીનો અર્ક સહિત દવાઓનો ઉપયોગ કરવો જોઇએ. હાલમાં શિયાળુ પાકની તૈયારી માટે યોગ્ય સમય છે. ખાસ કરીને ચણા, ઘઉં, રાઇ, ધાણા, બટાટા વગેરેની વાવણી માટે બિયારણ સહિત તૈયારીઓ પૂર્ણ કરવાનું સુચન આણંદ કૃષિ યુનિ. દ્વારા કરાયું છે.

આગામી પાંચ દિવસ સુધી 15 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે
આણંદ કૃષિ હવામાન વિભાગના અધિકારી એસ. પી.યાદવે જણાવ્યું હતું કે, હાલમાં વાતાવરણ સુકૂ અને અંશત : વાદળછાયું રહેશે. જેથી 5 દિવસ સુધી તાપમાન 15 થી 16 ડિગ્રીની આસપાસ રહેશે. જયારે સવારના સમયમાં પવનની ગતિ વધતા સામાન્ય ઠંડીનો અહેસાસ વર્તાશે. જો કે આગામી ચોથા સપ્તાહમાં વાદળો હટતા જ ઠંડીનું જોર વધશે. તાપમાન 14 ડિગ્રીથી નીચે જવાની સંભાવના વર્તાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...