તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:આણંદ-વડતાલ હાઇવે ગાડી અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત, સાત લોકો ઇજાગ્રસ્ત

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તમામ ઇજાગ્રસ્તોને 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા

આણંદ-વડતાલ રોડ ઉપર પસાર થઈ રહેલ CNG શટલ રિક્ષાને જોડ ગામ પાસે અકસ્માત નડ્યો હતો. ગાડી અને રિક્ષાની ટક્કરમાં 7 જેટલા મુસાફરોને ઈજાઓ પહોંતાં ઇજાગ્રસ્ત વ્યક્તિઓને 108 મારફત નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે. સદનશિબે આ અકસ્માતમાં કોઇ જાનહાનિ થઇ નથી.

પ્રાપ્ત માહિતી મુજબ, આણંદ વડતાલ રોડ ઉપર ટ્રાફિક વ્યસ્તતા વધતા નાના મોટા અકસ્માતના બનાવો ની યાદી મોટી થતી જાય છે આ માર્ગ નેશનલ હાઇવેથી યાત્રાધામ વડતાલ થઈને આણંદ જિલ્લામાં પ્રવેશતો હોવાથી આ માર્ગ પર સામાન્ય ટ્રાફિક જોવા મળતો હોય છે. વળી આ માર્ગ બાકરોલ થઇને વિદ્યાનગર આવતો હોઇ વિદ્યાર્થીઓ અને અપડાઉન કરતા નોકરિયાત વર્ગ અને રહેણાંક વિસ્તાર વધવાથી પણ હવે સામાન્યથી વધુ ટ્રાફિક જોવા મળતો હોય છે. જેને લઈ શટલ રિક્ષાઓ ની જોખમી અને ગેરકાયદેસર મુસાફરોની હેરાફેરી વધી ગઈ છે.

બસના રૂટ પણ ઓછા થઈ ગયા હોય નાગરિકો શટલ રિક્ષા કે અન્ય માર્ગોનો ઉપયોગ કરી રહ્યા છે. જેને કારણે છેલ્લા એક વર્ષના સમય ગાળા દરમિયાન નાના મોટા દસથી વધુ અકસ્માતો સર્જાયા હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. ક્યારેક આવા અકસ્માત જીવલેણ પણ સાબિત થઈ શકતા હોઈ આ પરત્વે ગંભીરતા ન રાખવામાં આવે તે જરૂરી બન્યું છે.

મહત્વનું છે કે, શનિવારે વહેલી સવારે CNG પેસેન્જર રિક્ષા વડતાલથી આણંદ તરફ આવી રહી હતી, ત્યારે વડતાલથી અંદાજિત બે ત્રણ કિલોમીટર દૂર આવેલા જોડ ગામે મારુતિ ગાડી સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. રિક્ષામાં જોખમી મુસાફરી કરતા મુસાફરોને પણ નાની મોટી ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતને પગલે ઘટના સ્થળે સ્થાનિકો અને રાહદારીઓનું ટોળું જામી ગયું હતું. જોકે, આ ટોળામાંથી કોઈ કે 108ને જાણ કરતા દોડી આવેલી એમ્બ્યુલન્સમાં તમામ ઇજાગ્રસ્ત નવા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...