આંકલાવ તાલુકાના અનેક ગામોમાં મોટાપાયે દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી રહી છે જેમાં દારૂ માટે ઓપી સેન્ટર ગણાતા ભેટાસી ગામે મોટા પ્રમાણમાં ખુલ્લેઆમ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે ભેટાસીમાં દારૂની લતે અનેક નવયુવાન ચડી જતા ગામમાં અનેક મહિલા નાની ઉંમરે વિધવા થયેલી છે જેને લઈને અનેક સંગઠનો દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું ભેટાસીમાં દેસીદારૂ બનાવી વડોદરા,અમદાવાદ તેમજ રાજકોટ જેવા શહેરોમાં દારૂ પૂરો પાડવામાં આવે છે જેથી બુટલેગરો ફુલ્યા ફળ્યા છે.
આંકલાવ પોલીસે પંદર દિવસ પહેલા ભેટાસી ગામમાં ધમધમતી દેસીદારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડી હતી જેમાં માથા ભારે બુટલેગર દ્વારા પોલીસ કોન્સ્ટેબલની ફેટ પણ પકડી દાદાગીરીનો કિસ્સો જોવા મળ્યો હતો તેમ છતાં ભેટાસીમાં હજુપણ આવી દારૂની ભઠ્ઠીઓ ખુલ્લેઆમ ધમધમે છે બોટાદ જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડ બાદ આણંદ જિલ્લામાં પણ પોલીસે દેસીદારૂને ઝડપી પાડવા કાવાયત હાથ ધરી છે ત્યારે આંકલાવ તાલુકામાં દેસીદારૂનું સેન્ટર ગણાતા ભેટાસીમાં ચાલતી ભઠ્ઠીઓ પર પોલીસે નદીમાં રહી નાવડીમાં બેસીને દેસીદારૂનો જથ્થો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે,પોલીસે ભેટાસી મહીસાગર નદી કિનારા પર આવેલા માંડવાપુરા પાસેથી સામુહિક રેડ કરી 4800લીટર વોશ ઝડપી નાસ કર્યો હતો અને 44 લિટર દેસીદારૂ ઝડપી પાડ્યો છે
આંકલાવ પોલીસે ભેટાસીના 6 અને કોસિન્દ્રામાં 1 ઈસમો વિરુદ્ધ કાર્યાવહી હાથ ધરી છે જેમાં કોસિન્દ્રા ગામના સારદા ગોરધન તળપદા તેમજ ભેટાસીના રમેશ શના તળપદા, લક્ષ્મણ મેલા તળપદા, કમલેશ રાવજી તળપદા, રતનબેન વીનુંભાઈ તળપદા, લક્ષ્મી રમેશ તળપદા અને ચમ્પા જ્યંતી તળપદાને દેશી દારૂ તેમજ દેશી દારૂ ગાળવાના વોશ સાથે ઝડપી પાડી 7 શખ્સો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.