તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિમાન્ડ મંજૂર:સીસ્વા-ઉમલાવ રોડ પર લૂંટ કરનારા સાતેય આરોપી 2 દિ’ના રિમાન્ડ પર

આણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાદરણ પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું

બોરસદના સીસ્વા-ઉમલાવ રોડ પર લૂંટ કરનારા અને તેમાં સંડોવાયેલા સાત શખ્સોને આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ભાદરણ ચોકડી પાસેથી ઝડપી પાડ્યા બાદ સાતેય આરોપીને ભાદરણ પોલીસને સોંપવામાં આવ્યા હતા. જેમને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેમના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ અગાઉ સમગ્ર ઘટનાનું સાતેય આરોપીઓને તેમજ પંચોને સાત રાખીને રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું.

બનાવની વિગત મુજબ ગત 11મી ફેબ્રુઆરીના રોજ ઉમલાવ ગામે રહેતા શંકરલાલ મહેશ્વરી અને તેમના ભત્રીજાને માર મારી રૂપિયા બે લાખની લૂંટની ઘટનામાં હાર્દિક ઉર્ફે રાહુલ રબારી, ગૌરવ જ્યંતિ જાદવ, સમીર ઉર્ફે કાવો ભીમા પરમાર, નીર ચંદ્રકાન્ત પટેલ, યશ ઉર્ફે ડેન્ટો વિક્રમ માછી, પાર્થ ઉર્ફે રાજા રમેશ પટેલ, અને બ્રિજેશ સુરેશ પટેલને ઝડપી પાડ્યા હતા.

પ્રાથમિક પૂછપરછમાં તેમની પાસેથી પિસ્તોલ પણ મળી હતી. જેને પગલે પોલીસે તેમણે કોઈને ધાક-ધમકી આપી હતી કે કેમ, તેમજ સમગ્ર બનાવમાં અન્ય કોઈ આરોપીની સંડોવણી છે કે કેમ સહિતની માહિતી મેળવવાની બાકી હોય તથા મુદ્દામાલ રીકવર કરવાનો બાકી હોય હાલમાં પોલીસે તેમના આગામી 19મી સુધીના રિમાન્ડ મેળવ્યા છે. નોંધનીય છે કે, પોલીસની પ્રાથમિક પૂછપરછમાં શખ્સોએ જલસા અને મોજશોખ કરવા વિદ્યાનાગરમાં ફ્લેટ પણ ભાડે રાખ્યો હોવાનું પણ કબુલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો