આયોજન:આણંદ જિલ્લામાં 14મી મેના રોજથી છ નગરપાલિકાઓના વિવિધ વોર્ડના સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

આણંદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના તમામ તાલુકાઓના આઠ કલસ્ટરના આઠ ગામોમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
  • જિલ્લાના નાગરિકોને સેવા સેતુના માધ્યમથી સરકારની વિવિધ સેવાનો લાભ લેવા અપીલ

રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં આઠમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનો દર મહિનાના બીજા શનિવારે તાલુકા તેમજ નગરપાલિકા સ્તરે 9મી એપ્રિલથી પ્રારંભ કરવામાં આવ્યો છે. જેનાથી પ્રજાજનોને ઘર આંગણે જ સરકારની તમામ સુવિધાઓ સરળતાથી મળી રહેશે. આણંદ જિલ્લામાં આ આઠમા તબકકાનો સેવા સેતુ કાર્યક્રમ કલેક્ટર મનોજ દક્ષિણીના સીધા માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી રહ્યા છે.આ સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન રાજય સરકારની વિવિધ 56 પ્રકારની 13 જેટલા વિભાગોની સેવા એક જ સ્થળ પર આપવામાં આવશે.

રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તેથી વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા તથા જવાબદારીપણાની બાબતને રાજ્ય સરકારના હાર્દ સમાન ગણેલ છે. જેથી પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઈ દરેક માસના બીજા શનિવારે તાલુકાના એક ગામમાં ‘સેવાસેતુ’ કાર્યક્રમો યોજાશે જે આગામી છ માસ દરમિયાન જિલ્લાના તમામ તાલુકાઓમાં અને શહેરી વિસ્તારોમાં કલ્સટરવાઇઝ અને વોર્ડ પ્રમાણે યોજવામાં આવશે.

તદ્અનુસાર આણંદ જિલ્લામાં તા. 14 મે 2022 થી શરૂ થઇ રહેલા આઠમા તબકકાના સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત આણંદ તાલુકા કક્ષાનો વઘાસી કલસ્ટરમાં સમાવિષ્ટ ચિખોદરા, વઘાસી, ગામડી, બેડવા અને મોગર ગામોનો વઘાસી પ્રાથમિક શાળા ખાતે, ઉમરેઠ તાલુકાનો દાગજીપુરા કલસ્ટરમાં સમાવિષ્ટ ખાનકુવા, રતનપુરા, દાગજીપુરા, સરદારપુરા અને હમીદપુરા ગામનો દાગજીપુરાની પ્રાથમિક શાળા ખાતે, પેટલાદ તાલુકા કક્ષાનો સિંહોલ કલસ્ટરમાં સમાવિષ્ટ ભાટીયેલ, ફાંગણી, સિંહોલ, મોરડ, બોરીયા, આશી, અગાસ અને રવિપુરા ગામનો સિંહોલ પ્રાથમિક શાળા ખાતે, સોજિત્રા તાલુકા કક્ષાનો ઇસણાવ કલસ્ટરમાં સમાવિષ્ટ ત્રંબોવડ, પીપળાવ અને વિરોલ(સો) ગામનો ઇસણાવ પ્રાથમિક શાળા ખાતે યોજાશે.

આ ઉપરાંત બોરસદ તાલુકા કક્ષાનો અલારસા કલસ્ટરમાં સમાવિષ્ટ અલારસા, નિસરાયા, વાસણા(બો), દાવોલ, બોદાલ, હરખાપુરા, કસુંબાડ, પામોલ અને કસારી ગામોનો અલારસાની મોરલીધર વિદ્યામંદિર ખાતે, આંકલાવ તાલુકા કક્ષાનો બામણગામ કલસ્ટરમાં સમાવિષ્ટ ચમારા, નારાપુર, દેવાપુરા અને બામણગામનો બામણગામની પ્રાથમિક શાળા ખાતે, ખંભાત તાલુકા કક્ષાનો લુણેજ કલસ્ટરમાં સમાવિષ્ટ ભીમતલાવ, લુણેજ, દહેડા, સોખડા, ગુડેલ, પાલડી, ઝાલાપુર, જીણજ, નેજા, માલાસોની, ભાટતલાવડી અને નવાગામવાંટાનો હાઇસ્કૂલ/પ્રા.શાળા/કોમ્યુનિટી હોલ/પંચાયત કચેરી ખાતે અને તારાપુર તાલુકા કક્ષાનો ચિતરવાડા કલસ્ટરમાં સમાવિષ્ટ ખડા, મોટાકલોદરા, જાફરગંજ, રીંઝા, નભોઇ અને ચિતરવાડા ગામનો ચિતરવાડા પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.

આણંદ, વલ્લભવિદ્યાનગર, પેટલાદ, બોરસદ, આંકલાવ અને ખંભાત નગરપાલિકા સ્તરના સેતુ કાર્યક્રમ પણ તા.14મીના રોજ યોજાશે. જે અનુસાર આણંદ નગરપાલિકાના વોર્ડ નં.1અને 2માટે બાકરોલ કુમાર શાળા ખાતે, વલ્લભવિદ્યાનગર નગરપલિકાના તમામ વોર્ડ નં.1 થી 6 માટે આઇ.બી.પટેલ પ્રાથમિક શાળા, નાના બજાર, વલ્લભવિદ્યાનગર ખાતે, પેટલાદ નગરપાલિકાના વોર્ડ નં.1થી 5 માટે એન.કે.પટેલ હાઇસ્કુલના પ્રાથર્ના હોલ ખાતે, બોરસદ નગરપાલિકાના વોર્ડ નં.1,2,3,4 અને 9 માટે વાસદ ચોકડી પાસે આવેલ જે.ડી.પટેલ હાઇસ્કૂલ ખાતે, આંકલાવ નગરપાલિકાના વોર્ડ નં.1 થી 6 માટે આંકલાવ બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ કુમાર શાળા ખાતે અને ખંભાત નગરપાલિકાના વોર્ડ નં.1,2,3,5 અને 6 માટે ખંભાતની રજપૂતની વાડી ખાતે યોજવામાં આવ્યો છે.

આ સેવા સેતુ કાર્યક્રમનો જે તે તાલુકા અને નગરપાલિકા વિસ્તારના ગામો અને વોર્ડ માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે તે ગામો/વોર્ડના નાગરિકોને સવારે 9 કલાક થી સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા આણંદના નિવાસી અધિક કલેકટરે એક યાદી દ્વારા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...